• બુધવાર, 16 જુલાઈ, 2025

ઝીંકડી અને હબાય સીમનાં તળાવ ઊંડાં ઉતારવાનાં કાર્યનું ખાતમુહૂર્ત સંપન્ન

રાયધણપર (તા. ભુજ), તા. 28 : તાલુકાનાં ઝીંકડી ગામમાં નાની સિંચાઇ યોજના હેઠળ ઝીંકડી સીમનાં બે તળાવ અને હબાય સીમમાં 1 તળાવને ઊંડું ઉતારવા અને ઓગનના કવરિંગ કામનું ખાતમુહૂર્ત અંજાર વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગાના હસ્તે યોજવામાં આવ્યું હતું. રૂપિયા 116 લાખના અનુદાન સાથેના આ કામનું ખાતમુહૂર્ત કરતાં ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગાએ આ વિસ્તારની જળસંગ્રહ શક્તિને આ ખાણેતરાથી ખૂબ ફાયદો થશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે ઝીંકડી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ વાલજીભાઇ બત્તાએ આવકાર આપી પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. જિલ્લા પંચાયત સભ્ય દામજીભાઇ ચાડ, જિલ્લા પંચાયત સિંચાઇ સમિતિના ચેરમેન રૂપેશભાઇ છાંગા, ભુજ તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ધનજીભાઇ ચાવડા, અગ્રણી ધનજીભાઇ ચાડ મંચસ્થ રહ્યા હતા. ઝીંકડી અને આસપાસના ગામોના સરપંચો-આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd