• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમ પ્રાંગણમાં 108 વૃક્ષનું વાવેતર

ભુજ, તા. 9 : સ્વામિનારાયણ ગુરુકુળ રાપર સંચાલિત સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમ ચાંદ્રાણી ગામના પ્રાંગણમાં સંતો, સાંખ્યયોગી બહેનો, હરિભક્તો દ્વારા 108 અલગ-અલગ વૃક્ષનું વાવેતર કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સ્વામી વિજ્ઞાનસ્વરૂપદાસજીએ 200 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાને કરેલી લીલા અનુસાર વેદ પાઠશાળાના અધ્યયન સાથે વિદ્યા કૌશલ્ય દ્વારા ભારતીય સંસ્કૃતિના જતનના પ્રયાસો માટે નિર્ધાર કર્યો હતો. બાળકોને ગુરુકુળોની જેમ અભ્યાસ કરાવી સ્વનિર્ભર કરાશે. વૃક્ષોનું મહત્ત્વ સમજાવતાં સ્વામી બાલકૃષ્ણદાસજીએ વૃક્ષો ઓક્સિજન બોટલનું કામ કરે છે એમ જણાવી ભવિષ્યમાં ઔષધિ વૃક્ષોનાં વાવેતર માટે વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં સ્વામી મુકુંદજીવનદાસજી, સ્વામી હરિબળદાસજી, ડો. સ્વામી અક્ષરમુનિદાસજી તથા મુરજી શિયાણી, જાદવજીભાઈ ગોરસિયા, રામજીભાઈ વેકરિયા, સરપંચ, સાં.યો. બહેનો તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વૈદિક ગુરુકુળના બાંધકામ સમિતિના સંતો સ્વામી અક્ષરપ્રિયદાસજી, સ્વામી લક્ષ્મણપ્રકાશદાસજી, સ્વામી રામાનુજદાસજી, સ્વામી રામપ્રિયદાસજી, દેવજીભાઈ છાંગા, પાંચાભાઈ સવા, જખરાભાઈ કેરાસિયા વિ. મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન સ્વામી અક્ષરપ્રિયદાસજીએ કર્યું હતું.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang