• શનિવાર, 27 જુલાઈ, 2024

ભારત-ઈસ્ટોનિયા વચ્ચે ટિમ્બર વ્યાપાર અંગે થઈ ચર્ચા

ગાંધીધામ, તા. 10 : એશિયાનો સૌથી મોટો ટિમ્બર ઉદ્યોગ ગાંધીધામ સંકુલમાં ધમધમી રહ્યો છે અને મોટી સંખ્યામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી પણ ઉદ્યોગ   આપી રહ્યો છે. પાઈન વૂડના અનેક એકમો ગાંધીધામ, ભચાઉ  અંજાર ખાતેના એકમમાં કાર્યરત છે ત્યારે કંડલાના ટિમ્બર ઉદ્યોગમાં  યુરોપીયન  દેશના જુથ સાથે જોડાયેલા ઈસ્ટોનિયા અને ભારત વચ્ચે  પાઈન વૂડનો વેપાર કે જે હાલ બરાબર છે તેમાં વૃધ્ધી આવે તે બાબત સંદર્ભે ઈસ્ટોનિયાના પ્રતિનિધિ મંડળે આજે કંડલા ટિમ્બર એસોસીએશન ખાતે અને પાઈન એકમોની મુલાકાત લીધી હતી.  સાંજે ઉદ્યોગકારો સાથે યોજાયેલી બેઠકમાં ભારત સ્થિત રાજદુત  દ્વારા વિશેષ માહિતી ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ઈસ્ટોનિયાના ભારત સ્થિત રાજદુત માર્જે લુપે ઉદ્યોગકારોને સંબોધતા દેશની વિશેષતા તેમજ ભારત અને ઈસ્ટોનિયાના   દ્વિપક્ષીય સંબંધો વિશે માહિતી આપી હતી. તેમણે 4000 ભારતીયને -રેસીડન્સ મેળવ્યું છે અને 200 જેટલા વિદ્યાર્થી રહેતા હોવાનું  જણાવ્યું હતું. વેળાએ ભારત સાથેના નિકાસમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું જણાવ્યું હતું. પુર્વે સવારે  ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓ, ટિમ્બરના વેપારીઓ સહિત 12 સભ્યનું પ્રતિનિધિ મંડળ આજે ગાંધીધામ આવી પહોંચ્યું હતું. તાજેતરમાં કંડલા ટિમ્બર એસોસીએશનનું પ્રતિનિધિ મંડળ યુરોપના દેશો સાથે વ્યાપાર વૃધ્ધી સંદર્ભે ઈસ્ટોનિયાની મુલાકાતે ગયું હતું. તે સંદર્ભે આજે ત્યાંના પ્રતિનિધિ મંડળે આજે કંડલાના ટિમ્બર એકમ સાથે મુલાકાત કરી હતી. કંડલા ટિમ્બર એસોસીએશન ભવન ખાતે  પ્રતિનિધિ મંડળને ભારતીય  પરંપરા મુજબ આવકારવામાં આવ્યા હતા. કંડલા ટિમ્બર એસોસીએશનના પ્રમુખ નવનીત ગજ્જરે સૌ સભ્યોને આવકારી  ઈસ્ટોનિયા અને ભારત વચ્ચે પાઈન વુડનો વ્યવહાર વધે તે માટે આશાવાદી હોવાની લાગણી વ્યકત કરી હતી. હાલ કંડલા ખાતે  ચાર કે પાંચ દેશમાંથી પાઈન વૂડ આવે છે ત્યારે ઈસ્ટોનિયાની ઓછા ભાવે પાઈન વુડ મળે તે અંગે દેશના સબંધીત વહીવટી તંત્ર સમક્ષ પ્રસ્તાવ મુકવા અનુરોધ કર્યો હતો. ટિમ્બર એસોસીએશન ખાતે  બેઠક પુર્ણ?થયા બાદ અંજાર તાલુકાના વરસાણા સ્થિત કોસ્ટા ટિમ્બરની મુલાકાત લીધી હતી. ઓલ ઈન્ડિયા ટીમ્બર સંગઠનના પુર્વ પ્રમુખ અને કોસ્ટા ટિમ્બરના નવલ કેડીયાએ પ્રતિનિધિ મંડળને આવકારી પોતાના એકમ વિષે વાત કરી હતી. તેમણે  ઈસ્ટોનિયા સાથેનો વ્યાપાર કયા ક્ષેત્રમાં સ્થાપિત થઈ શકે તેની શકયતા તપાસવા માટે એકમની મુલાકાત પ્રતિનિધિ મંડળને કરાવાઈ હોવાનું જણાવ્યું હતું. તેમણે  બી ટુ  બી  જોડાણ કરવા અંગે પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.  પ્રતિનિધિ મંડળના સભ્યો એકમની મુલાકાત લઈ તેના  પાઈન વુડ  અંગેના ઉત્પાદનો નિહાળીને અભિભુત થયા હતા.  મુલાકાત દરમ્યાન કોસ્ટા વુડના દિલીપ કેડીયા, કંડલા ટીમ્બર એસોસીએશનના ઉપપ્રમુખ હેમચંદ્ર યાદવ, મંત્રી ધર્મેશ સી. જોષી, સહમંત્રી સંજીવ ગુપ્તા,  ખજાનચી ભરત પટેલ,  ખજાનચી પ્રવિણ પટેલ ટીનુ ગાંધી  વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે  કંડલામાં ન્યુઝીલેન્ડ, ઉરૂગ્વે સહિતના દેશમાંથી પાઈન વુડ આવે છે. ન્યુઝીલેન્ડનું જંગલ પ્લાન્ટેડ છે જયારે ઈસ્ટોનીયાનું જંગલ કુદરતી છે જેથી ત્યાંના લાકડાની ગુણવતા અન્ય દેશના પાઈન વુડ કરતા અનેકગણી છે. હાલ પાઈન વુડના 10 જહાજમાંથી બે જહાજ ઈસ્ટોનીયાના આવે તે જરૂરી હોવાનું ટિમ્બર ઉદ્યોગકારો જણાવી રહ્યા છે. હાલ કન્ટેનર મારફત  ઈસ્ટોનીયાની પાઈન આવે છે. જો કીમતમાં ઘટાડો  થાય તો હાલ 10થી 15 કરોડનો બન્ને દેશ વચ્ચેનો વ્યાપાર 300થી 400 કરોડ વચ્ચે પહોચે તેમ હોવાનું લાકડાના ઉદ્યોગકારોએ જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang