• ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2026

સફાઇ માટે જ્યાં પણ જરૂર હશે, ત્યાં ટ્રેક્ટર ટ્રોલી-સાધનો ઉપલબ્ધ કરાવાશે

નખત્રાણા, તા. 11 : ગ્રામ્ય વિસ્તારોમાં એકત્ર કરાયેલા કચરાના નિકાલ માટે તંત્રની વિવિધ યોજના ચાલે છે. તે પૈકી જિલ્લા આયોજન મંડળ દ્વારા એટીવિટીના 15મા નાણાપંચની ગ્ર્રાન્ટોમાંથી નખત્રાણા તાલુકાની પાંચ જૂથ ગ્રામ પંચાયતને ફાળવવામાં આવેલી ટ્રેકટર ટ્રોલીનો લોકાર્પણ કાર્યક્રમ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. ગ્રામ્ય વિસ્તારોને સમૂહ સ્વાવલંબી બનાવવા માટે સફાઇ કામને અગ્રતા આપવાના ભાગરૂપે તંત્ર દ્વારા ગામડાંના સફાઇકામ તથા પંચાયતોને અન્ય કામ માટે ઉપયોગી  ટ્રેક્ટર ટ્રોલીથી આવરી લેવાની યોજના સરાહનીય છે. ટ્રેક્ટર લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય શ્રી જાડેજાએ જ્યાં પણ આવી જરૂરિયાતો હશે, ત્યાં ટ્રેક્ટર ટ્રોલી તથા સફાઇના સાધનો તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાશે તેમ જણાવ્યું હતું. તા.પં. પ્રમુખ ભાવનાબેન પટેલ, પૂર્વ પ્રમુખ જયસુખ પટેલ, કા.ચે. ઉત્પલસિંહ જાડેજા, સદસ્યા નયનાબેન પટેલ, લીલાબેન મહેશ્વરી, હોતખાન મુતુવા, દિલીપભાઇ નરસિંઘાણી, હિતેશ વાઘેલા, બાબુભાઇ પટેલ, લાલજીભાઇ રામાણી, હંસરાજભાઇ કેશરાણી, કર્મચારી વર્ષાબેન જાની, રમેશભાઇ ગરવા, દીપાબેન આચાર્ય, શાંતિલાલ મહેશ્વરી, ગુલામભાઇ, એ.કે. પટેલ, શેખર ગોસ્વામી તલાટી, હિરાસંગજી જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. પાંચ સદસ્ય કરણભાઇ રબારી (ઉગેડી), અબ્દુલ ખલીફા (મથલ), ધનગૌરીબેન ગુંસાઇ (રોહા કોટડા), પાર્વતીબેન પટેલ (કલ્યાણપર), જયાબેન પટેલ (પલીવાડ)ને ટ્રેક્ટર ટ્રોલી અર્પણ કરાઈ હતી. 

Panchang

dd