• ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2026

વરસાદી પાણીનો સંગ્રહ કરી પ્રકૃતિની રક્ષા કરીએ

કોડાય, તા. 11 : મદનપુરા (કોડાય) ખાતે નરેન્દ્રભાઇ મોદીના `કેચ ધ રેઇન' અભિયાનને આવકારતાં હરિકૃષ્ણ-ઉમા સરોવર ખાણેતરાનું ખાતમુહૂર્ત પદ્મશ્રી સવજીભાઇ ધોળકિયા-ધોળકિયા ફાઉન્ડેશનના હસ્તે કરાયું હતું. વરસાદી પાણીનો સંગ્રહ કરી પ્રકૃતિની રક્ષા કરવી એ સમયની માંગ છે તેમ જણાવ્યું હતું. આજના સમયમાં રૂપિયા કરતાં પણ જળસંગ્રહ વધારે મહત્ત્વનું છે અને જળ તથા પ્રકૃતિની સંભાળ રાખવી તે દરેક ગામવાસીની જવાબદારી છે. જીવન માટે પાણીની આવશ્યકતા દર્શાવતા વરસાદી પાણીના સંગ્રહ દ્વારા પ્રકૃતિની રક્ષા કરવી એ સમયની માંગ હોવાનું શ્રી ધોળકિયાએ જણાવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે બાલિકાઓ દ્વારા તીલક કરી સ્વાગત કરાયું હતું.  ધોળકિયા ફાઉન્ડેશન તથા કચ્છ જલધારા સેવા સંઘના અગ્રણીઓના સન્માન કરાયા હતા. કંપનીના સીઇઓ-એમ.ડી. દીપકભાઇ વોરાએ જળ બચાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. શાંતિલાલ રૂડાણીએ ઉમા સરોવર ખાણેતરું થવાથી વરસાદી પાણીના સચોટ સંગ્રહની વાત કરી હતી. શાત્રોક્તવિધિ રાહુલ મહારાજે કરાવી હતી. આ પ્રસંગે કેશુભાઇ પટેલ, શ્રી માકાણીવિરલ જોશી, મોહનભાઇ રામજિયાણી, રમણીકભાઇ સેંઘાણી, રાઘવદાન ગઢવી, રમેશભાઇ લાલજી પટેલભાવેશ રંગાણી, હંસાબેન રામજિયાણીકુલદીપ ભગત વિ. ઉપસ્થિત રહ્યા હતા. મદનપુરા લક્ષ્મીનારાયણ સનાતન પાટીદાર સમાજ-મુંબઇ તથા મદનપુરા ગામનો સહયોગ મળ્યો હતો. સંચાલન જયંતીભાઇ  પારસિયાએ કર્યું હતું. 

Panchang

dd