• ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2026

ભચાઉ ખેતી બજારમાં ખેડુતો માટેની સુવિધાઓનો વધારો થશે

ભચાઉ, તા. 11 :  અહીની ખેતી બજાર ઉતપન્ન સમિતિ ખાતે   યાર્ડના નવા પ્રવેશદ્વારનું ઉદઘાટન કરાયું હતું. રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં  કાર્યક્રમ યોજાયો હતો. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ કહ્યુyં હતું કે  શ્રમિક સંવાદ એ નવતર જીરામજી  વ્યાપ અંતર્ગત યોજના છે.  તેમણે યોજના વિષે વિસ્તૃતમાં વાત કરતા કહ્યું હતું કે કોઈ પણ આફતની ઘટના સમયે તરત સ્થાનિકોને વળતર મળશે અને ફાજલ સમયમાં પણ અનેક પ્રકારના ગ્રામ્ય સ્તરના ઉપયોગી કામો સાથે રોજગારી મળશે. જિલ્લા પંચાયન પ્રમુખ જનકસિંહ જાડેજાએ  કહ્યુ હતું કે દાયકામાં નર્મદાન નહેર ના આગમનથી ખેતીનો વિકાસ થયો છે.  વાગડની ગામે ગામની તાસીર બદલી હોવાનું તેમણે ઉમેર્યું હતું. ગુજરાત ગોપાલક વિકાસ નિયઞગમના પુર્વ અધ્યક્ષ અરજણભાઈ રબારીએકહ્યું હતું કે આજે પંડિત દિન દયાલ જી ની તિથિ છે અમે શ્રમિક અને ખેડૂતો સાથે સંવાદ કરી રહ્યા છે ગામડાના શ્રમિક અને ખેડૂતો સુખી થાય તેમ જ એકતા ભાઈચારો સમાનતા ના ગુણો વિકસે તે જરૂરી છે અમારી ભારતીય જનતા પાર્ટી દરેક સમાજના લોકોનું જીવન ધોરણ ઊંચું આવે તેવું ઈચ્છી રહી છે. ભચાઉ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિના ચેરમેન વાઘુભાઈ જાડેજા  કહ્યું  હતું કે 20 લાખ રૂપિયા ના ખર્ચે પ્રવેશ દ્વાર નિર્માણ થયું છે, 26 લાખના ખર્ચે બાઉન્ડ્રી વોલ અને 25 લાખના ખર્ચે નવા ગોડાઉન નું કામ ચાલુ છે જેનાથી ખેડૂતો અને વેપારીઓની સુવિધા વધારો થશે.  આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ગેલાભાઈ ચાવડા જિલ્લા ભાજપ મહામંત્રી ધવલ આચાર્ય ઉપપ્રમુખ વિકાસ રાજકોરભચાઉ તાલુકા પંચાયતના પ્રમુખ રણુભા જાડેજા, પૂર્વ પ્રમુખ ભરતાસિંહ જાડેજા ,નગરપાલિકાના પ્રમુખ પેથાભાઇ રાઠોડ ,ઉપપ્રમુખ ચંપાબેન પટેલ, પૂર્વ પ્રમુખ અશોકાસિંહ ઝાલા, જિલ્લા પંચાયતના સભ્યો નરેન્દ્ર દાન ગઢવી, ભચાઉ વેપારી મંડળના પ્રમુખ ,હર્ષદભાઈ ઠક્કર, અરીહંત કોમ્પ્લેક્સ વેપારી મંડળ ના પ્રમુખ ભરતાસિંહ જાડેજા , શહેર ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઠક્કર , કાંઠાચોવીસી આહીર સમાજના પ્રમુખ રણછોડ કાનાભાઈ આહીર, સામખીયાળી સરપંચ જગદિશ મઢવી, વોંધ સરપંચ  રામદેવસિંહ જાડેજાચોબારીના ખેડુત અગ્રણી નામેરીભાઈ માર્કેટ યાર્ડના ડાયરેકટર દિનેશભાઈ મારાન,જ હરીસિંહ જાડેજા, ગેમરસિંહ સોઢારાજાભાઈ , તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ  દેવશીભાઈ રબારી ,ઉપસ્થિત રહ્યા હતાં.સંચાલન અનિલ સાધુએ અને વ્યવસ્થા  ભરત ઠક્કરે  સંભાળી હતી. આભારવિધિ મહેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી. 

Panchang

dd