• બુધવાર, 22 મે, 2024

કચ્છની જનતાને ન્યાય આપવા કોંગ્રેસ કટિબદ્ધ

ભુજ, તા. 11 : કચ્છ લોકસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નીતેશ લાલણનો ચૂંટણી પ્રચાર અંજાર તાલુકાના ભીમાસર ગામથી કરાયો હતો. પ્રવાસ દરમ્યાન કોંગ્રેસ પક્ષ દ્વારા ટપ્પર, લાખાપર, ચાંદ્રાણી, નવાગામ, કોટડા, નવી દુધઇ, ધમડકા, બુઢારમોરા, આંબાપર, રામપર, ખોખરા, મોડસર, સુગારિયા, રતનાલ, નિંગાળ ક્ષેત્રનો પ્રવાસ ખેડયો હતો. પ્રવાસ દરમ્યાન લોકોને સંબોધન કરતાં જિલ્લસા કોંગ્રેસ પ્રમુખ યજુર્વેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ મહામંત્રી વી. કે. હુંબલ, ઉમેદવાર નીતેશ લાલણ, અરજણ ખાટરિયા, શંભુભાઇ?ડાંગર, યુવરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ વાઘેલા, રાજેન્દ્રસિંહ જાડેજા વિ. જણાવ્યું હતું કે, માલધારીઓ, ખેડૂતો, પશુપાલકો તથા નાના અને મધ્યમ વર્ગને પડતી સમસ્યાઓ  નિવારવા તથા  ન્યાય આપવા માટે કોંગ્રેસ સરકાર કટિબદ્ધ છે. ભાજપની ડબલ એન્જિનની સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. ભાજપના નેતાઓ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે જ્યારે જનતા પરેશાન છે. દેશમાં અને ખાસ કરીને કચ્છમાં સામૂહિક સંપત્તિઓ લૂંટાઇ રહી છે. લાંચ આપવા સિવાય કોઇ સરકારી કામો થતાં નથી તેવા આક્ષેપ કરાયા હતા. સમસ્યાના નિરાકરણ માટે કોંગ્રેસ પક્ષની સરકાર લાવી અને ભાજપને પરાજિત કરવા પરિવર્તન લાવવા અપીલ કરાઇ હતી. અંજાર તાલુકાના ગામોમાં ખૂબ કોંગ્રેસ તરફી માહોલ જોવા મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ઉમેદવાર શ્રી લાલણનું સ્વાગત કરાયું હતું. સાથે અરજણ વાઘેલા, મહાદેવ ડાંગર, રમેશ ડુંગરિયા, રમજુભાઇ?આગરિયા, રામજી વિસરિયા, આત્મારામ ગામોટ, ભરત મરંડ, સાવન ખાટરિયા, હરેશ હુંબલ, યાસીન ચાકી, વિક્રમભાઇ છાંગા, અનિલ સુથાર સહિતના આગેવાનો પ્રવાસમાં જોડાયા હતા એવું કચ્છ લોકસભા મીડિયા કો-ઓર્ડિનેટર ગનીભાઇ કુંભાર તથા લોકસભા સંકલન વિભાગના ધીરજ ગરવાની યાદીમાં જણાવાયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang