• શુક્રવાર, 17 જુલાઈ, 2026

વડાપ્રધાન મોદીએ કચ્છી ભાષામાં આષાઢી બીજની શુભેચ્છા પાઠવી

અમદાવાદ, તા. 16 (અમારા પ્રતિનિધિ તરફથી) :  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર કચ્છીઓના નવા વર્ષની વિશેષ શુભેચ્છા પાઠવી છે. આષાઢી બીજના પવિત્ર પર્વ નિમિત્તે, તેમણે કચ્છી ભાષામાં હૃદયસ્પર્શી સંદેશ લખીને દેશ અને દુનિયામાં વસતા તમામ કચ્છી ભાઈ-બહેનોને નવા વર્ષના રામ રામ કહ્યા છે.  કચ્છના નવા વર્ષે મોદીએ પાઠવી શુભેચ્છા સોશિયલમાં શુભેચ્છા પાઠવતા લખ્યું હતું કે, કચ્છડો ખેલે ખલકમેં જીં મહાસાગરમેં મચ્છ, જિતે  હિકડો કચ્છી વસે ઉતે ડીંયા ડીં  કચ્છ. ` અજ આષાઢી બીજ એટલે કચ્છી નયોં વરેં, દેશ અને દુનિયાંમેં વસંધલ કચ્છી ભા-ભેંણેંકે કચ્છી નયેં વરેંજા રામ રામ અને જિજી જિજી વધાઇયું.  વડાપ્રધાનનો આ સંદેશ કચ્છી સમુદાય માટે ખૂબ જ ઉત્સાહ અને આનંદનો વિષય બન્યો છે. 

Panchang

dd