• શુક્રવાર, 17 જુલાઈ, 2026

રાપરમાં ત્રણ શખ્સનો યુવાન ઉપર હુમલો

ગાંધીધામ, તા. 16 : રાપરમાં બોલાચાલી તથા સાથે ફરવાનું મનદુ:ખ રાખી બે શખ્સે યુવાન ઉપર હુમલો કરતાં તેને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. રાપરના દેવીપેડ વિસ્તારમાં ગત તા. 4/7ના સાંજે આ બનાવ બન્યો હતો. ફરિયાદી ખેતા પ્રેમજી બગડા અને તેના મિત્રો હેમંત ખીમા, નાગજી ખીમા ડુંગરિયા બાઇકથી જઇ રહ્યા હતા, ત્યારે કન્યા છાત્રાલય પાસે નવીન હરધોર મિયાત્રા નામના શખ્સે ત્રણેયને રોકી તેમની સાથે ગાળાગાળી કરી હતી અને ફરિયાદીને માર માર્યો હતો. બાદમાં ત્રણેય મિત્ર હેમંત, નાગજીના ઘરે ચા પીવા બેઠા હતા ત્યારે અન્ય આરોપી કાનજી હમીર મિયાત્રા અને મહેશ ચૌહાણ ત્યાં આવી ફરિયાદી ઉપર ધોકા, પાઇપ વડે હુમલો કર્યો હતો, જેમાં ઘવાયેલા યુવાનને પ્રથમ રાપર બાદમાં વધુ સારવાર અર્થે ભુજ લઇ જવાયો હતો, જ્યાં તેને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હોવાનું બહાર આવ્યું હતું. ફરિયાદીના મિત્રોનું આ આરોપીઓ સાથે અગાઉ બોલાચાલી થઇ હતી અને ફરિયાદી જુવાન તેમની સાથે ફરતો હોવાનું મનદુ:ખ રાખી હુમલો કરાયો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું. 

Panchang

dd