• શુક્રવાર, 17 જુલાઈ, 2026

પુરાસર સીમની વાડીમાંથી બે બોરના વાયરની ઉઠાંતરી

ભુજ, તા. 16 : તાલુકાના પુરાસર સીમ વિસ્તારમાં આવેલી વાડીમાંથી બે બોરની મોટરના વાયરની ઉઠાંતરી થયાની ફરિયાદ નોંધાઈ છે.  આજે માધાપર પોલીસ મથકે ત્રાયા ગામના ખેડૂત રામજીભાઈ બેચુભાઈ સોનારાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા.11/7ના રાતથી બીજા દિવસે સવાર સુધીમાં પુરાસર સીમમાં આવેલી તેમની વાડીમાં બે બોરની મોટરના વાયર 160 મીટર અને 30 મીટર એમ કુલ્લે રૂા.52,500ના વાયરની કોઈ અજાણ્યા ચોર ઈસમ કાપી ચોરી કરી લઈ ગયા છે.  પોલીસે ચોરીની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.  

Panchang

dd