ગાંધીધામ, તા. 16 : કંડલા -ગાંધીધામ ધોરીમાર્ગ
ઉપર અજાણ્યા વાહનની ટક્કર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા રવિ પાસવાનનું મૃત્યુ થયું હતું. અંબિકા કાંટા સામે
ગત તા. 23/6ના રાત્રે 9.30 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો
હતો. આ અંગે મૃતકના પુત્ર મનીષકુમાર રવિ પાસવાનની ફરિયાદીને ટાંકીને પોલીસે જણાવ્યું
હતું કે, અજાણ્યાં વાહને રવિભાઈને હડફેટે લીધા હતા,
જેના કારણે તેમને શરીરના જુદા-જુદા ભાગોમાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી
હતી. તેમને સારવાર કારગત નીવડે તે પહેલાં તેમણે આંખો મીંચી લીધી હતી. આ ગુનામાં સામેલ
તહોમતદારને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કરી વધુ તપાસ હાથ ધરી હતી.