ભુજ, તા. 16 : તાલુકાની એક કંપનીઓથી ધમધમતા
વિસ્તારમાં પરપ્રાંતીય શ્રમિકની એક 11 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ થતાં આ જઘન્ય અપરાધ અંગે ફરિયાદ
નોંધાવાઇ છે. પદ્ધર પોલીસ મથકે પરપ્રાંતીય શ્રમિક એવા સગીરાના વાલીએ નોંધાવેલી ફરિયાદ
મુજબ ગત તા. 1/7ના રાતે આરોપી મિતેષ સકરિયા
મેડા (રહે. વાંદરિયા ફળિયું, ખંગેલા,
તા.જિ. દાહોદ)એ ફરિયાદીની 11 વર્ષની સગીરા સાથે જબરજસ્તીથી દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસે
દુષ્કર્મ, પોક્સો સહિતી કલમો તળે ગુનો દાખલ કરી તજવીજ
આદરી છે.