• શનિવાર, 18 જુલાઈ, 2026

234નાં લક્ષ્ય સામે ઈંગ્લેન્ડના બેટર્સનો સંઘર્ષ

કાર્ડિફ, તા. 16 : બીજી વન-ડેમાં ટીમ ઈન્ડિયાએ આપેલા 234 રનના લક્ષ્ય સામે છેલ્લા અહેવાલ મુજબ ઈંગ્લેન્ડે 30 ઓવરમાં પાંચ વિકેટે 149 રન કર્યા હતા. જો રૂટ 69 અને વિલ જેક્સ ત્રણ રને દાવમાં હતા અને મેચ રસપ્રદ સ્થિતિમાં હતી. બુમરાહે પહેલા જ દડે ડકેટને આઉટ કરી નાખ્યા બાદ પ્રસિદ્ધે જેકબ બેથેલ (4)ને શિકાર બનાવ્યો હતો. 53ના સ્કોરે ગુરનૂર બ્રારે બ્રૂક (16)ને આઉટ કરતાં ભારત ઉત્સાહમાં આવ્યું હતું, પણ અનુભવી રૂટ જામી ગયો હતો. તેણે સેમ કરન સાથે 41 રન જોડયા હતા. કરન 26 રને આઉટ થયો હતો, જ્યારે બટલરે 17 રન કર્યા હતા, તે અક્ષરના દડામાં બોલ્ડ થયો હતો. અગાઉ વિન્ટેજ વિરાટ કોહલી (6પ) અને શ્રેયસ અય્યર (66)ની અર્ધસદી છતાં ઈંગ્લેન્ડ વિરુદ્ધની બીજી વન-ડે મેચમાં ભારતીય ટીમ 233 રન કરી શકી હતી. લોઅર મીડલઓર્ડર બેટર્સની  નિષ્ફળતાને લીધે 6 ઓવર બાકી રહેતાં ટીમ ઈન્ડિયા 44 ઓવરમાં ઓલઆઉટ થઇ હતી. ઈંગ્લેન્ડ તરફથી ઝડપી બોલર્સ જોફ્રા આર્ચરે 3 અને ગસ એટકિન્સને 3-3 અને સાકિબ મહમૂદે 2 વિકેટ લીધી હતી.  ભારતીય કપ્તાન શુભમન ગિલ 6 ચોગ્ગાથી 30 રનની આકર્ષક ઈનિંગ્સ રમી આઉટ થયો હતો. રોહિત શર્મા બહુ લયમાં નહોતો અને 47 દડામાં 26 રને આઉટ થયો હતો. કેએલ રાહુલના સ્થાને ઈલેવનમાં સામેલ થનાર ઇશાન કિશન (1) ક્રિઝ પર ટકી શક્યો ન હતો. આ પછી કોહલી અને અય્યર વચ્ચે ચોથી વિકેટમાં 67 રનની ઉપયોગી ભાગીદારી થઇ હતી. કોહલી શાનદાર અર્ધસદી બાદ 6પ રને આઉટ થયો હતો. તેની 66 દડાની ઈનિંગ્સમાં 8 ચોગ્ગા સામેલ હતા, જ્યારે શ્રેયસ અય્યર નવમી વિકેટના રૂપમાં આઉટ થયો હતો. તેણે 71 દડામાં પ ચોગ્ગા, 2 છગ્ગાથી 66 રન કર્યા હતા. બુમરાહે ઝડપી 20 રનનું યોગદાન આપ્યું હતું. સુંદર 2, દૂબે ઝીરોમાં અને અક્ષર એક રને આઉટ થયા હતા. આથી ભારતનો સ્કોર 233 રન સુધી જ પહોંચ્યો હતો. 

Panchang

dd