• ગુરુવાર, 04 જૂન, 2026

ભુજ સ્થાયી થયેલા અબડાસાના વૈષ્ણવ સમાજના પરિવારોને એક છત હેઠળ લાવવા તૈયારીઓ

ભુજ, તા. 3 :  ભુજ ખાતે રહેતા મૂળ નલિયાના વૈષ્ણવ સમાજના પરિવારોનું પાંચમું સ્નેહમિલન તાજેતરમાં અહીં મળ્યું હતું. પરિવારની વિશિષ્ટ પ્રતિભાઓનું સન્માન કરવા સાથે વડીલો, દાતાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ઘણા સમયથી ન મળતાં પરિચિતજનો, મિત્રો અરસપરસ મળી હળવી પળોમાં પોતાના સંસ્મરણો વાગોળ્યાં હતાં. કાર્યક્રમમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, જો બની શકે તો સમગ્ર અબડાસા તાલુકાના ભુજમાં રહેતા વૈષ્ણવ સમાજના પરિવારોનું સ્નેહમિલનનું આયોજન કરવામાં આવે. આ બાબતે આયોજકોએ વિચારણા હાથ ધરી હતી. નલિયાવાસી ભુજના વૈષ્ણવ સમાજની આયોજન સમિતિ દ્વારા ટૂંક સમયમાં સમગ્ર અબડાસા તાલુકાના વૈષ્ણવ સમાજના ભુજમાં રહેતા પરિવારોના સ્નેહમિલનનું આયોજન કરવા માટે વિચારાધીન છે અને તે માટે તાજેતરમાં એક માટિંગ અબડાસાના સક્રિય મિત્રોને બોલાવી આ કાર્યક્રમ સંબંધિત વિચાર-વિમર્શ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અબડાસા તાલુકાના વૈષ્ણવ સમાજના ભુજ ખાતે રહેતા આગેવાનભાઈઓએ આ માટેની સંકલન સમિતિના ભાઈઓ મુકેશભાઈ ભટ્ટ, જયપ્રકાશ ગોર, અજયભાઈ જોશી, રશ્મિકાન્ત ઠક્કર વગેરે સહયોગી બન્યા હતા અને  આ અંગે વધુ વિગતો મેળવવા પણ તેમનો સંપર્ક સાધવા જણાવાયું હતું. દરમ્યાન આયોજકોના જણાવ્યા પ્રમાણે આગામી સ્નેહમિલન અંગે તા. 6/6ના સાંજે 6 વાગ્યે હોટેલ વિરામ ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડા તથા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજાની હાજરીમાં અબડાસાના આગેવાનોની બેઠક મળવાની છે. 

Panchang

dd