• ગુરુવાર, 04 જૂન, 2026

ઇજાને લીધે સાત્ત્વિક-ચિરાગ ઈન્ડોનેશિયા ઓપનની બહાર

જાકાર્તા, તા. 3 : ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટન 1000 ટૂર્નામેન્ટમાંથી ભારતીય જોડી સાત્ત્વિક-ચિરાગ ઇજાને લીધે બહાર થઇ હતી. પહેલા રાઉન્ડમાં ભારતીય જોડી મલેશિયાની જોડી સામે 6-11થી પાછળ ચાલી રહી હતી ત્યારે રિટાયર્ડ હર્ટ આઉટ થઇ હતી. ગત સપ્તાહે સિંગાપોર ઓપનનો ખિતાબ જીતનાર ભારતીય જોડી તુરત ભારત પરત ફરશે અને રીહેબ કરશે. બીજી તરફ મેન્સ સિંગલ્સમાં ભારતનો યુવા ખેલાડી આયુષ શેટ્ટી બીજા રાઉન્ડમાં પહોંચ્યો છે. તેનો પહેલા રાઉન્ડના મેચમાં ચીની ખેલાડી એચ. વાય. વેંગ સામે રસાકસી પછી 8-21, 22-20 અને 21-1પથી વિજય થયો હતો જ્યારે અનુભવી ખેલાડી એચએસ પ્રણય પહેલા રાઉન્ડમાં આઇરીશ ખેલાડી એન. નેગ્યૂન વિરુદ્ધ 17-21, 21-16 અને 19-21થી હારી ટૂર્નામેન્ટની બહાર થયો છે. 

Panchang

dd