• ગુરુવાર, 04 જૂન, 2026

નખત્રાણા તાલુકાના ગડાપુઠ્ઠા ડેમની મરંમત તાતી જરૂરી

નખત્રાણા, તા. 3 : આ તાલુકાના જૂની ભારપર નજીક આવેલા ગડાપુઠ્ઠા કાયલા યોજનાનો નાની સિંચાઇનો ડેમ પાણીનો વપરાશ થઇ જતાં ખાલીખમ હાલતમાં છે. પાંચ દાયકા અગાઉ નિર્માણ પામેલા આ જળસંચયનું કામ 25 વર્ષથી સતત વરસાદી પાણીથી ઓગનતું રહે છે. આ ડેમનાં પાણીથી 150 જેટલા એકરમાં ખેડૂતો પિયતથી ખેતી કરે છે તેમજ વિરાણી મોટી, સુખપર, નાની વિરાણી, મોટી અરલ, નાની અરલ, ભારાપર સહિત છથી સાત ગામોના ઢોરઢાંખર, વન્ય પ્રાણી, પક્ષીઓને પીવાનાં પાણી માટે જળ આશીર્વાદરૂપ છે. આ ડેમની વચ્ચે સેન્ટર નજીકની પાળી છેલ્લા ચાર-પાંચ વર્ષથી તદ્દન જર્જરિત હાલતમાં છે. મરંમત માટે સંબંધિત ખેડૂત સૂત્રોના જણાવ્યા મુજબ લાખોથી કરોડ સુધીની ગ્રાન્ટ મંજૂર થઇ. એક-બે લાખથી વધુ રકમનું કામ થયું નથી. પાળીના પેચિંગ કામમાં નાના પથ્થર વપરાયા છે. આ ડેમના મરંમતકામમાં કોન્ટ્રાક્ટર તથા જે-તે સમયના તંત્રના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો કરાયા હતા. આ અંગે તપાસ કરવા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અને ન.તા. પંચાયતના પૂર્વ સદસ્ય રમેશદાન ગઢવીએ જણાવ્યું હતું. ડેમનું મરંમતકામ સત્વરે નહીં કરાય તો ચોમાસાંમાં ફરી વરસાદી પાણીથી ભરાશે ત્યારે તૂટી જવાની ભીતિ વ્યક્ત કરાઇ હતી. નાની અરલ, મોટી અરલના ગામોની વસ્તી માટે જાખમરૂપ બનશે તેવું જણાવતાં અધૂરા મુકાયેલાં કામ પૂર્ણ કરાય અથવા તો સિંચાઇ ખાતાં દ્વારા નવી ગ્રાન્ટની ફાળવણી કરી તાત્કાલિક ડેમને મરંમત કરવાની માંગ ઊઠી હતી. 

Panchang

dd