અમદાવાદ, તા.3 (અમારા પ્રતિનિધિ તરફથી) : વડાપ્રધાન
નરેન્દ્ર મોદી 5 જૂનના રોજ ગુજરાતની મુલાકાત લેવાના છે.
આ દરમિયાન તેઓ સુરત ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના મળીને કુલ રૂા.18,777 કરોડથી વધુના વિકાસકાર્યોનું
લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. દક્ષિણ ગુજરાત પ્રદેશના વિકાસને વેગ આપતાં આ વિકાસકાર્યોમાં
GIDC (ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ)
હેઠળ રૂા.1063.43 કરોડના ખર્ચે 8 પ્રોજેક્ટ્સના લોકાર્પણનો સમાવેશ થાય છે.
આ અંતર્ગત ભરૂચને રૂા.894 કરોડથી વધુના અને વલસાડને રૂા.169.3 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ મળવા
જઈ રહી છે. આ પ્રોજેક્ટ્સથી દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રદૂષિત પાણીના નિકાલ અને ડ્રેનેજ વ્યવસ્થાને
વધુ મજબૂતી મળશે. ભારતના ઔદ્યોગિક વિકાસમાં
ગુજરાત હંમેશા મોખરે રહ્યું છે, જેમાં ભરૂચ જિલ્લો કેમિકલ અને
પેટ્રોકેમિકલ ઉદ્યોગ માટેના મુખ્ય કેન્દ્ર તરીકે ઊભરી આવ્યો છે. ભરૂચની ઔદ્યોગિક ક્ષમતાને
વધુ સશક્ત બનાવવા માટેના પ્રયાસોના ભાગરૂપે, વડાપ્રધાન રૂા.894 કરોડથી વધુના 6 જીઆઈડીસી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે.
દહેજ પીસીપીઆઈઆર ઔદ્યોગિક ક્લસ્ટરમાં સાયખા પમ્પિગ સ્ટેશનથી દહેજ ના લેન્ડ ફોલ પોઇન્ટ
સુધી 90 ખકઉ ક્ષમતાની અૉફશોર અને અૉનશોર
એફ્લુઅન્ટ નિકાલ પાઇપલાઇનનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમાં 5 વર્ષના ઓપરેશન અને મેન્ટેનન્સ સાથે સિવિલ સ્ટ્રક્ચર્સ, ઇલેક્ટ્રો-મિકેનિકલ કમ્પોનન્ટ્સ અને પીએલસી
સ્કાડા સિસ્ટમ્સની ડિઝાઇન, ઇરેક્શન, ટેસ્ટિગ
અને કમિશાનિંગનો સમાવેશ થાય છે. રૂા.474.61 કરોડના આ પ્રોજેક્ટથી દહેજ અને સાયખા ઔદ્યોગિક વિસ્તારમાં પ્રદૂષિત
પાણીના નિકાલ અને વ્યવસ્થાપનને વધુ મજબૂતી મળશે. આ ઉપરાંત, ભરૂચ જિલ્લાના જંબુસર ખાતેના બલ્ક ડ્રગ પાર્કમાં
ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રોડ, સ્ટોર્મ
વોટર ડ્રેનેજ નેટવર્ક અને સેન્ટ્રલ ડ્રેન જેવી મહત્વપૂર્ણ આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવવામાં
આવી છે. રૂા.274.96 કરોડના
ખર્ચે હાથ ધરાયેલ આ પ્રોજેક્ટથી બલ્ક ડ્રગ પાર્કના માળખાકીય વિકાસને વેગ મળશે. વડાપ્રધાન
દહેજ-2 ઔદ્યોગિક વસાહત માટે 30 એમએલડી ડ્રેનેજ પમ્પિગ સ્ટેશનનું
પણ લોકાર્પણ કરશે.