• ગુરુવાર, 04 જૂન, 2026

ભારત સામે ઇંગ્લેન્ડ મહિલા ટીમનો 2-1થી શ્રેણી વિજય

ટોન્ટન, તા. 3 : ટી-20 વિશ્વકપની પહેલાની શ્રેણીમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ભારતીય મહિલા ટીમને 1-2થી આંચકારૂપ હાર થઈ છે. મહિલા ટી-20 વિશ્વકપનો પ્રારંભ 12 જૂનથી ઇંગ્લેન્ડમાં થશે. ગઇકાલે રમાયેલી ટી-20 શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચમાં ભારતીય મહિલા ટીમ સામે ઇંગ્લેન્ડનો 9 દડા બાકી રહેતા 6 વિકેટે વિજય થયો હતો. 181 રનનો વિજય લક્ષ્યાંક ઇંગ્લેન્ડ મહિલા ટીમે 18.3 ઓવરમાં 4 વિકેટે હાંસલ કરી લીધો હતો. પ્લેયર ઓફ ધ મેચ અને સિરીઝ એલિસ કેપ્સીએ 43 દડામાં 9 ચોગ્ગા-3 છગ્ગાથી 82 રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી. તેના અને હીથર નાઇટ વચ્ચે ચોથી વિકેટમાં 137 રનની વિજયી ભાગીદારી થઈ હતી. નાઇટે 42 દડામાં 10 ચોક્કાથી 70 રન કર્યા હતા. ભારત તરફથી અરુંધતી રોય અને ક્રાંતિ ગૌડને 2-2 વિકેટ મળી હતી. આ પહેલા પ્રથમ દાવ લેનાર ભારતીય મહિલા ટીમને હરમનપ્રિત કૌરની અણનમ પ6 રનની કેપ્ટન ઇનિંગ્સથી પ વિકેટે 180 રન કર્યા હતા. યાસ્તિકા ભાટિયાએ 32, જેમિમાહ રોડ્રિગ્સે 29 અને દીપ્તિ શર્માએ 32 રન બનાવ્યા હતા. સ્મૃતિ (8) અને શેફાલી (11) ફરી નિષ્ફળ રહ્યા હતા. લોરેન બેલને 2 વિકેટ મળી હતી. 

Panchang

dd