• ગુરુવાર, 04 જૂન, 2026

ફ્રેન્ચ ઓપન : નંબરવન સિનર બહાર

પેરિસ, તા. 3 : વિશ્વ નંબર વન અને ટૂર્નામેન્ટનો ટોપ ખેલાડી જૈનિક સિનર ગુરુવારે આર્જેન્ટિના જુઆન મૈનુઅલ સામે હારીને ટૂર્નામેન્ટની બહાર થયો હતો. જુઆને સિનરને 3-6, 2-6, 7-5, 6-1, 6-1થી હરાવ્યો હતો, તો સર્બિયાનો દિગ્ગજ નોવાક જોકોવિચ રોયરને હરાવી આગળ વધ્યો હતો. મહિલા વિભાગની નંબર વન બેલારૂસની આર્યના સબાલેન્કાની ક્વાર્ટર ફાઇનલમાં હાર થઈ છે. તેની સામે રૂસી ખેલાડી ડાયના શ્રાઇડરનો 3-6, 7-પ અને 6-0થી જબરદસ્ત વિજય થયો હતો અને સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી હતી. પોલેન્ડની વિશ્વ નંબર 113 ખેલાડી માજા ચ્વાલિંસ્કાએ ફ્રેન્ચ ઓપનના મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં પહોંચીને ઈતિહાસ રચ્યો છે. તેણી ક્વાર્ટર મેચમાં રૂસી ખેલાડી અને વિશ્વ નંબર 22 અન્ના કલાનિસકોવા સામે 7-6 અને 6-3થી જીત મેળવી છે. બિન ક્રમાંકિત ખેલાડી તરીકે ફ્રેન્ચ ઓપનના અંતિમ-4 રાઉન્ડમાં પહોંચનારી તેણી બીજી મહિલા ખેલાડી બની છે. 

Panchang

dd