• ગુરુવાર, 04 જૂન, 2026

ગૌવંશ માંસના ગુનાનો નાસતો આરોપી પકડાયો

ભુજ, તા. 3 : ગૌવંશ માંસના ગુનાનો નાસતો આરોપી હુસૈન ઇસ્માઇલ ઓઢેજા (રહે. રતિયા, તા. ભુજ)ને પોલીસે ઝડપી પાડયો છે. થોડા દિવસો પૂર્વે એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા ગૌવંશ માંસના ગુનાનો નાસતો ફરતો આરોપી હુસૈન ઇસ્માઇલ ઓઢેજા (રહે. રતિયા) હાલ કોડકી ચાર રસ્તા પાસે હાજર હોવાની બાતમી એ-ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્ટાફને મળતાં તેને ઝડપી લેવાયો છે. આ કામગીરીમાં પી.આઇ. એમ.આર. નકુમના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એચ.આર. મોરી., એ.એસ.આઇ. ઉમેશભાઇ બારોટ, હે.કો. રાજુભા જાડેજા, યુવરાજસિંહ જાડેજા, લાખાભાઇ બાંભવા, દશરથભાઇ ચૌધરી, કૈલાશભાઇ ચૌધરી, મામદભાઇ કુંભાર, કિરણભાઇ ચૌધરી જોડાયા હતા. 

Panchang

dd