• શુક્રવાર, 07 નવેમ્બર, 2025

ન્યૂયોર્કના મેયર બન્યા ભારતીય મમદાની

નવી દિલ્હી, તા. 5 : ડેમોક્રેટિક ઉમેદવાર ભારતીય મૂળના જોહરાન મમદાની ન્યૂયોર્ક શહેરના નવા મેયર ચૂંટાયા છે. મમદાનીએ બે પ્રમુખ દાવેદારોને હરાવ્યા હતા. મમદાનીએ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનારા ન્યૂયોર્કના પૂર્વ ગવર્નર એન્ડ્રુ કુઓમો અને રિપબ્લિકન ઉમેદવાર કર્ટિસ સ્લીવાને પછાડયા હતા. ચૂંટણીમાં મહત્ત્વપૂર્ણ વળાંક વર્તમાન મેયર એરિક એડમ્સનું દોડમાંથી હટી જવું રહ્યો હતો. ન્યૂયોર્કમાં મેયરની ચૂંટણી મહત્ત્વપૂર્ણ હથી કારણ કે ચૂંટણી ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન થઈ છે. ચૂંટણી પ્રચાર દરમિયાન મમદાનીની ટ્રમ્પ દ્વારા આલોચના કરવામાં આવી હતી. ટ્રમ્પે મમદાનીને કોમ્યુનિસ્ટ ગણાવ્યા હતા. આ ઉપરાંત ન્યૂયોર્ક શહેરના ફંડમાં કાપ મૂકવાની ધમકી આપી હતી. તેમ છતાં મમદાનીએ જીત નોંધાવી છે. યુગાન્ડામાં જન્મેલા અને ન્યૂયોર્કમાં ઉછરેલા જોહરાન મમદાની અમેરિકી રાજનીતિમાં નવો ચહેરો છે. તેઓ 34 વર્ષની ઉંમરે જ ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલીના સભ્યના રૂપમાં કાર્યરત રહી ચૂક્યા છે.મમદાની પ્રસિદ્ધ ભારતીય ફિલ્મ નિર્માતા મીરા નાયર અને યુગાન્ડના લેખક મહમૂદ મમદાનીના પુત્ર છે.  

Panchang

dd