• રવિવાર, 01 જૂન, 2025

શેરબજારમાં ગાબડું : રોકાણકારોના બે લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા

મુંબઈ, તા. 22 : અમેરિકાનું દેવું વધતાં અને તેના બોન્ડના ભાવ ઘટવાથી વળતર વધતાં વૈશ્વિક બજારોમાં ઘાસણી હતી તેની પાછળ સ્થાનિક બજારમાં લગભગ 1 ટકાનો ઘટાડો થયો હતો. સેન્સેક્સ 644.64 પોઈન્ટ્સ (0.79 ટકા) ઘટીને 80,951.99 પોઈન્ટસ ઉપર બંધ થયો હતો. નિફ્ટી 203.75 પોઈન્ટ્સ (0.82 ટકા) ઘટીને 24,609.70  શેરબજારમાં ગાબડું પોઈન્ટ્સ ઉપર બંધ થયો હતો. રોકાણકારોની બે લાખ કરોડ રૂપિયાની મૂડી ધોવાઇ હતી. સેન્સેક્સમાં એક તબક્કે 1100 પોઈન્ટ્સથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે એક તબક્કે નિફ્ટી 24,500ની નીચે ગયો હતો. દરિયાપારના અહેવાલોને કારણે બજારમાં ઘાસણી જોવા મળી હતી. સેન્સેક્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, ટેક મહિન્દ્રા, પાવરગ્રીડ, આઈટીસી, હિન્દ યુનિલિવર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને મારુતિ સૌથી વધુ ઘટયા હતા જ્યારે ઈન્ડસઈન્ડ બેન્ક, ભારતી એરટેલ અને અલ્ટ્રાટેક સિમેન્ટ વધ્યા હતા. એશિયન બજારોમાં દક્ષિણ કોરિયા, જાપાન, શાંઘાઈ અને હોંગકોંગ ઘટયા હતા. યુરોપિયન બજારો પણ ઘટવા તરફી હતાં. બુધવારે અમેરિકન બજારો ઘટીને બંધ થયાં હતાં. એક્સ્ચેન્જના એક અહેવાલ મુજબ એફઆઈઆઈએ બુધવારે રૂા. 2201.79 કરોડના શેરની ખરીદી કરી હતી. વિવિધ દેશો વચ્ચેના ભૂરાજકીય સંઘર્ષની વચ્ચે ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના વધતા જતાં તણાવના સમાચાર છે. સીએનએનના એક અહેવાલ મુજબ ઈઝરાયલ-ઈરાનના ન્યૂક્લિયર સુવિધાઓ ઉપર સંભવિતપણે લશ્કરી હુમલો કરી શકે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd