વોશિંગ્ટન, તા. 22 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પે વધુ એકવાર રટણ કરતા હોય તેમ ભારત અને પાક વચ્ચે યુદ્ધ રોકાવ્યું હોવાનો દાવો
કર્યો હતો. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સાથે બેઠકમાં ટ્રમ્પે જણાવ્યું
હતું કે, મેં ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ વ્યાપારના
માધ્યમથી ઉકેલી આપ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, અમે આ બન્ને દેશ સાથે મોટા વ્યાપાર કરવા જઈ રહ્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્ર
મોદી મારા મિત્ર છે. મોદી એક મહાન વ્યક્તિ
છે.