• રવિવાર, 01 જૂન, 2025

ગુજરાતમાં કોરોનાએ ફરી હાજરી પૂરાવી : સાત દિ'માં છ નવા કેસ

અમદાવાદ, તા. 20 (અમારા પ્રતિનિધિ તરફથી) : ધીમે ધીમે કોરોના વિશ્વના અન્ય  દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે, તો બીજી તરફ ભારતમાં પણ  કોરોનાના કેસમાં ફરી વધારો થવા લાગ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે ગુજરાતમાં હાલ સાત સક્રિય કેસ છે. છેલ્લા એક સપ્તાહમાં છ નવા કેસ સામે આવતાં કોવિડ ફરી ચિંતાનો વિષય બની રહ્યો છે. નોંધનીય છે કે, આ તમામ સાત કેસમાંથી બે મહિલા અને પાંચ પુરુષ છે. વોર્ડ વાર જોઇએ તો વટવા, નારોલ, દાણીલીમડા, પબહેરામપુરા, ગોતા, નવરંગપુરા અને બોપલમાં આ કેસ નોંધાયા છે. મળતી માહિતી અનુસાર દેશમાં હાલમાં સૌથી વધુ એક્ટિવ કેસ હોય તેવાં રાજ્યોમાં કેરળ 95 સાથે મોખરે, તામિલનાડુ 66 સાથે બીજા, મહારાષ્ટ્ર 56 સાથે ત્રીજા, કર્ણાટક 13 સાથે ચોથા, પુડુચેરી 10 સાથે પાંચમાં અને ગુજરાત છઠ્ઠાં સ્થાને છે. સમગ્ર દેશમાં હાલ 257 એક્ટિવ કેસ છે. છેલ્લાં એક સપ્તાહમાં ગુજરાતમાંથી એક દર્દી કોરોનાથી સાજો થયો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020થી અત્યાર સુધી ગુજરાતમાં કોવિડના 12 લાખથી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે. કુલ 11101 વ્યક્તિએ કોરોનાથી જીવ ગુમાવ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd