ભુજ, તા. 20 : અબડાસાના એક ગામમાં એકાદ વર્ષ પૂર્વે યુવતીને ધાકધમકી આપી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યાની આજે ફરિયાદ નોંધાઇ છે. જખૌ પોલીસ મથકે આજે યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ જશાપરના ઇસ્માઇલ આમદ નોતિયારે તેને વર્ષ પૂર્વે ધાકધમકી આપી અવારનવાર બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કામમાં આરોપીના પિતા આમદે પણ મદદગારી કરી હોવાથી બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જખૌ પોલીસે કલમ 376 મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.