• શનિવાર, 07 માર્ચ, 2026

કર્ણાટકમાં બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની છૂટ નહીં

બેંગ્લોર, તા. 6 : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધની જાહેરાત કરી રાજ્યમાં બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની મંજૂરી નહીં અપાય. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શુક્રવારે રાજ્યનું બજેટ રજૂ કરતાં જાહેરાત સાથે જણાવ્યું હતું કે, બાળકો પર મોબાઇલ ફોનના વધતા ઉપયોગની પ્રતિકૂળ અસરોને રોકવા માટે આ નિર્ણય કરાયો છે.  ગયા મહિને, સિદ્ધારમૈયાએ બેંગ્લુરુમાં કુલપતિઓની પરિષદમાં આ મુદ્દા પર ચર્ચા કરી હતી અને તેમના મંતવ્યો માગ્યા હતા. ચર્ચા દરમિયાન, મુખ્યમંત્રીએ મોબાઇલ ફોનના વ્યસન, ઓનલાઈન ગામિંગ અને બાળકોના શિક્ષણ અને શારીરિક તંદુરસ્તી પર સોશિયલ મીડિયાની અસર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, આ એક ગંભીર મુદ્દો છે. ફિનલેન્ડ પહેલાંથી જ આવી કાર્યવાહી કરી ચૂક્યું છે અને યુનાઇટેડ કિંગડમ પણ આવી જ કાર્યવાહી કરવાનું વિચારી રહ્યું છે. તેમણે નોંધ્યું કે, ઓસ્ટ્રેલિયાએ ચોક્કસ વયજૂથનાં બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પહેલાંથી જ પ્રતિબંધ મૂકી દીધો છે. ખડગેએ કહ્યું કે, તેમણે વધુ પડતા સોશિયલ મીડિયાના ઉપયોગને રોકવા માટે શું કરી શકાય તે જોવા માટે હિતધારકો સાથે ચર્ચા પણ શરૂ કરી છે. 

Panchang

dd