ટોચના પાંચ ઉમેદવારોમાં એક મહિલા : નવી દિલ્હી, તા. 6 : સૌથે પ્રતિષ્ઠિત અને અઘરી ગણાતી યુપીએસસીની પરીક્ષા માટે દેશના
લાખો ઉમેદવારો તૈયારી કરતા હતા, આજે યુપીએસસીની
વેબસાઈટ તેનું પરિણામ જાહેર થતાં તેમની આતુરતાનો અંત આવ્યો છે પસંદગી પામેલા ટોચના પાંચમાં એક મહિલા અને
ચાર પુરુષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ પરીક્ષામાં એઈમ્સ જોધપુર - રાજસ્થાનમાંથી એમબીબીએસ સાથે ગ્રેજ્યુએટ
કર્યું છે એવા અનુજ અગ્નિહોત્રીએ યુપીએસસીમાં મેડિકલ સાયન્સને વૈકલ્પિક વિષય તરીકે
લીધું હોવા છતાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.
જ્યારે ચેન્નાઈની અન્ના યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક એન્જિનીયરિંગમાં
બી.ઈ.ની ડિગ્રી ધરાવતા રાજેશ્વરી સુવેએ સમાજશાત્રને વૈકલ્પિક વિષય તરીકે લઈને બીજા
ક્રમ મેળવ્યો છે અને દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.કોમ. થયેલા અકાંશ ધુલએ વાણિજ્ય અને
એકાઉન્ટન્સીને વૈકલ્પિક વિષય તરીકે પસંદ કરીને ત્રીજો ક્રમ પામ્યો છે. દિલ્હી યુનિવર્સિટીમાંથી અર્થશાત્રમાં બી.એ. થયેલા
રાઘવ ઝુનઝુનવાલાએ પણ અર્થશાત્ર વિષયને વૈકલ્પિક તરીકે લઈને ચોથો નંબર તથા ઈશાન ભટનાગર
કે જેમણે દિલ્હી નેશનલ લો યુનિવર્સિટીમાંથી બી.એ.,
એલએલ.બી. (ઓનર્સ) કર્યું છે તેમણે સમાજશાત્ર વિષયને ગૌણ વિષય તરીકે રાખીને
પાંચમો ક્રમ મેળવ્યો છે. - ગુજરાતના 34 સફળ : દિશાંત 19મા ક્રમે : અમદાવાદ, તા. 6 (અમારા પ્રતિનિધિ
તરફથી) : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સિવિલ સર્વિસીસ મેઈન પરીક્ષા 2025ના પરિણામો જાહેર કર્યા છે.
આ પરીક્ષા IAS, IPS અને IFS રેન્ક માટે ઉમેદવારોની પસંદગી કરે છે. ગુજરાતમાંથી
કુલ 34 ઉમેદવારો પસંદગી પામ્યા છે.
ગુજરાતનો ઉમેદવાર નિસાર દિશાંત સમગ્ર ભારતમાં 19મા ક્રમે આવ્યો છે.
UPSC દ્વારા લેવામાં આવેલી સિવિલ
સર્વિસ પરીક્ષા-2025ના અંતિમ
પરિણામમાં સરદાર પટેલ લોક પ્રસાશન સંસ્થા (સ્પીપા) અમદાવાદ ખાતે તાલીમ લીધેલા કુલ 34 ઉમેદવારો અખિલ ભારતીય સેવા
માટે પસંદગી પામ્યા છે, જે સંસ્થાની
નોંધપાત્ર સિદ્ધિ ગણાય છે. UPSC દ્વારા તા. 23 મે 2025ના યોજાયેલી સિવિલ સર્વિસ પ્રિલિમ પરીક્ષાનું પરિણામ તા. 11 જૂન 2025ના જાહેર કરવામાં આવ્યું હતું.
જેમાં સમગ્ર ભારતમાંથી કુલ 14,161 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયા હતા. તેમાં સ્પીપા
ખાતે તાલીમ લીધેલા 272 ઉમેદવારોનો
સમાવેશ થાય છે. ત્યારબાદ મુખ્ય પરીક્ષાનું પરિણામ તા.11 નવેમ્બર 2025ના જાહેર થયું હતું, જેમાં સમગ્ર ભારતમાંથી 2376 ઉમેદવારો પર્સનાલિટી ટેસ્ટ
માટે પસંદ થયા હતા. તેમાં સ્પીપાના 82 ઉમેદવારોનો સમાવેશ થયો હતો. ડિસેમ્બર 2025થી ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાયેલા પર્સનાલિટી
ટેસ્ટના આધારે યુપીએસસી દ્વારા તા. 5 માર્ચ 2026ના જાહેર કરાયેલા અંતિમ પરિણામમાં સમગ્ર ભારતમાંથી
958 ઉમેદવારો અખિલ ભારતીય સેવા
માટે પસંદ થયા છે. આ આખરી ચયનમાં સ્પીપા ખાતે તાલીમ લીધેલા 34 ઉમેદવારોનો સમાવેશ થાય છે.