ભચાઉ, તા.6 : રાપર વિધાનસભા મતવિસ્તારમાં
કરોડો કરોડો રૂપિયાના ખર્ચે વિકાસના કામો થઈ રહ્યા છે જેના કારણે લોકોને સુવિધાઓ મળી
રહી છે ખાસ કરીને ખડીરમાં નવા નવા કામોથી વિકાસને વેગ મળી રહ્યો હોવાથી ભાવના વ્યક્ત
કરીને 10 કરોડના ખર્ચે અલગ અલગ કામોનું
ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાપરના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત
ક્ષત્રિય સમાજના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા ના હસ્તે વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને
લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગણેશપર થી બંભાડકા 4 કી.મી રોડનું રૂપિયા 3 કરોડ નું રી સર્ફાસિંગ કામગીરીનું ખાતમુહૂર્ત અને ખારોડા રોડનું
1.90 કરોડના ખર્ચે રિ-સરફાસિંગ બાદ
બામભડકા ગામ નજીક ખડિર્ નાં આગેવાનો, ગ્રામજનો ની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય
વિરેન્દ્રસિંહ જાડેજાએ આ માર્ગો ના કારણે ખડિરના
અમરાપર, રતનપર, ગણેસપર હવે એકલ - બાંભડકા
માર્ગથીં જોડાઈ જસે
તેમ જણાવ્યુ હતું જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા એ કહ્યું હતું કે રાપર અને ખડીર
પંથક નાં અધૂરા કામો પૂરા થઈ રહ્યા છે અને નવા નવા વિકાસ કર્યો થકી ખડીર્ મૂલક મહામૂલો
બનવા જઈ રહ્યો છે. તે ધારાસભ્ય અને ભાજપને લીડ આપનાર લોકોને આભારી છે. જિલ્લા પંચાયત
ના સિંચાઇ સમિતિ ના ચેરમેન રૂપેશ ભાઈ આહિરે કહ્યું કે સક્રિય ધારાસભ્યના કારણે ખડિરની
કાયાપલટ થવા જઈ રહી છે. ભચાઉ એપીએમસી નાં ચેરમેન
વાઘુભાં જાડેજાએ કહ્યું કે અનેક સિંચાઇ,નવા માર્ગો,તળાવો નું નિર્માણ થતાં નર્મદા પાણી યોજના
આવતા અતિ ઉપયોગી બનશે ખડીરના પૂર્વ સરપંચ અને જીલ્લા પંચાયત ના સભ્ય નરેન્દ્ર દાન ગઢવી
એ કહ્યું કે રૂપિયા 451,કરોડ ની માતબર
રકમ નર્મદા યોજના માટે પાસ થઈ છે જેનાથી ખેડૂતો સિંચાઇનો લાભ લઈ બારે માસ ખેતી કરી
શકશે આ કાર્ય સરકારે કર્યું અને સક્રિય યોગદાન ધારાસભ્ય નું છે.તેની સરાહના કરવી જરૂરી
છે તેમ જણાવ્યું હતું. અનેક નવા તળાવ ના ખાતમુહૂર્ત થયા તેમાં બાંભડકા, ગનેશપર, રતનપર,
ગઢડા,ખરોડા, ધોળાવીરા,
કલ્યાણપુર, જનાન, અમરપર,
ધોળાવીરા,જનાણ ગઢડા, સહિતના ગામ નજીક ના
અનેક નવા તળાવ પાંચેક કરોડના ખર્ચે નવા બનશે જે નર્મદા યોજના હેઠળ ભરવામાં આવશે .જિલ્લા
પંચાયત ના કારોબારી ચેરમેન ગેલા ભાઈ દાના ભાઈ ચાવડાએ ખડીર પંથક હવે ચારે બાજુ થી આગળ વધી રહ્યો છે નવા
માર્ગો દેશ દુનિયાના પર્યટકો માટે ઉપયોગી બનશે.તેમ જણાવ્યું હતું.ભારૂડિયા સરપંચ ઉપેન્દ્રાસિંહ
જાડેજા એ કહ્યું કે ખડીર પાર્ટી અને ધારાસભ્ય
સાથે રહે છે અમારાપર ફીડર બન્યું નવું સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાસ થયું ધોળાવીરા કોલેજ
પાસ થઈ. આ ત્રણ પેઢી ના સંબંધો હોવાનું ઉમેર્યું હતું. આ પ્રસંગે ભચાઉ તાલુકા પંચાયત
ના પ્રમુખ રાણુંભા જાડેજા, ઉપ પ્રમુખ પરબતભાઇ ચાવડા, હમીરભાઇ આહીર,ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઇ છાંગા
, ભચાઉ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ભરતસિંહ જાડેજા,રામદેવસિંહ જાડેજા, નારણભાઈ ઢીલા, કેડીસીસી બેંકના ડાયરેક્ટર બેન્ક અને ખેંગાર આહીર, વગેરે
ઉપસ્થિત રહ્યા હતા કાર્ય ક્રમ નું સંચાલન ભીખાભાઈ મહારાજે અને આભાર વિધિ મનું મારાજ
એ કરી હતી.આ કાર્યક્રમમાં જીલુભા સોઢા, સરપંચ ધોળાવીરા. સામજી
ભાઈ એવારિયા, સરપંચ કલ્યાણપુર. નવીનભાઈ દવે સરપંચ જનાન,
મોમાયભાઈ મારાજ સરપંચ બામભડકા,દશરથભાઈ આહીર સરપંચ
રતનપર,અરજણભાઇ આહીર સરપંચ ગણેશપર મોહનભાઈ મણવર અમરાપર,ગેમારસંગ સોઢા એપીએમસી ડાયરેક્ટર,બહાદુરસિંહ
સોઢા,બાંભડકા પૂર્વ સરપંચ, મનજીભાઈ મારાજ
પૂર્વ સરપંચ. બાંભડકા ભીમાભાઇ વર ચંદ પૂર્વ સરપંચ ગણેશ પર, દયાળભાઈ
કોલી પૂર્વ સરપંચ કલ્યાણ પર એપીએમસી ના ડાયરેક્ટર વાલાભાઈ આહીર, ખડીરનાં સરપંચ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.