નખત્રાણા, તા. 6 : નખત્રાણા જીએમડીસી કોલેજ ક્રિકેટ
ગ્રાઉન્ડ ખાતે મારવાડા યુવા ફ્રેન્ડસ ગ્રુપ કચ્છ દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓના
લાભાર્થે સુપર 8 ક્રિકેટ ટૂર્નામેન્ટ મારવાડા પ્રીમિયર લીગ
(ખઙક 2)નું આયોજન કરાયું હતું. 14 ટીમે ભાગ લીધો, જેમાં નલિયા, કોઠારા,
નખત્રાણા, ભુજ, ધોરડોની ટીમો
જોડાઈ હતી. ડાલીબાઈ આશ્રમના મહંત પાર્વતીનાથ માતાજીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શરૂઆત
કરાઈ હતી. દરમિયાન વિવિધ રાજકીય, સામાજિક આગેવાનોએ હાજરી આપી
હતી. ફાઇનલ મેચ જય હિન્દ ઇલેવન વરમસુડા અને જય બાબેરી ઇલેવન મોથાળા વચ્ચે યોજાઈ હતી,
જેમાં જય બાબેરી ઇલેવન વિજેતા બની હતી. લાઈવ કોમેન્ટ્રી કિશન કુંવટ,
સંચાલનમાં કનૈયાલાલભાઈ સીજુ, નરેન્દ્ર બળિયાએ સાથ-
સહકાર આપ્યો હતો. ફાઇનલ મેન ઓફ ધ મેચ, બેસ્ટ બેટ્સ મેન ન ઓફ ધ
સિરીઝ અને બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડરને સન્માનિત કરાયા હતા. આયોજનનો
ઉદ્દેશ ગરીબ પરિવારોમાં પુસ્તક વિતરણ,
કપડા વિતરણ, મીઠાઈઓ, મેડિકલ
સેવા વગેરેને સહાયરૂપ થવાનો હતો. મુખ્ય આયોજકો કરણ બુચિયા, જયંત
મારવાડા, ભરત બુચિયા, નરાસિંહ બુચિયા,
કિશોર જયપાલ અને કનૈયાલાલ સીજુ હતા.