• શનિવાર, 07 માર્ચ, 2026

ભુજમાં ડ્રોન જેવી અનેક લાઈટ્સ દેખાતાં સર્જાયું કુતૂહલ

ભુજ, તા. 6 : શહેરના આકાશમાં શુક્રવારે રાત્રે ડ્રોન જેવી લાઈટના ચમકારા સાથેના દૃશ્યો જોવા મળતાં લોકોમાં કુતૂહલ-અચરજ સાથે ઉત્કંઠાનો માહોલ જોવા મળ્યો હતો. અલબત્ત, આ ઘટના અંગે પશ્ચિમ કચ્છ પોલીસવડા વિકાસ સુંડાએ ડ્રોન જેવી કોઈ ગતિવિધિ ન હોવાનું જણાવ્યું હતું. ભુજમાં રાત્રિના અરસામાં આકાશમાં પ્રકાશ રેલાવતી અંદાજિત 40 જેટલી ડ્રોન જેવી લાઈટ્સ જોવા મળી હતી, જે દૃશ્યો લોકોએ કેમેરામાં કેદ કર્યા હતા. આ સાથે જ લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ મામલે પોલીસવડા શ્રી સુંડાનો સંપર્ક સાધતાં તેમણે ડ્રોન જેવી કોઈ ગતિવિધિ અંગે સંબંધિત તંત્રો પાસેથી માહિતી મળી ન હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ સ્ટાર ગેઝિંગ ઈન્ડિયાના નરેન્દ્ર ગોરે આ ઘટના અંગે જણાવ્યું હતું કે, જ્યારે કોઈ સેટેલાઈટ પૃથ્વીની નજીકથી પસાર થતા હોય ત્યારે આવાં દૃશ્યો જોવા મળતાં હોય છે. જો કે, આ ભેદી વસ્તુઓ કોઈ સેટેલાઈટ હતા કે ડ્રોન તે બાબતે પણ સત્તાવાર રીતે કોઈ સમર્થન મળ્યું નહોતું. 

Panchang

dd