અમદાવાદ, તા. 6 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદના
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 8 માર્ચ એટલે
કે રવિવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી20 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાશે. નોંધનીય છે કે, ભારતે ઇંગ્લેન્ડને 7 રનથી હરાવીને ફાઇનલમાં શાનદાર એન્ટ્રી કરી
છે. આ મેચ જોવા માટે સમગ્ર દેશમાંથી દર્શકો અમદાવાદ આવી પહોંચશે. ત્યારે દર્શકોને અમદાવાદ
આવવા માટે ટ્રાન્સપોર્ટેશન અંગે કોઈ તકલીફ ના રહે તે માટે ભારતીય રેલવે વિભાગ દ્વારા
માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેના આ નિર્ણયથી ક્રિકેટ રસિકોને પણ
ફાયદો થશે. પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર બે
સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો ચલાવશે. 8 માર્ચે મેચ દરમિયાન 7, 8 અને 9 માર્ચે ટ્રેનની
વ્યવસ્થા કરાઈ છે. રેલવે વિભાગ દ્વારા તેજસ અને અઈ સુપરફાસ્ટ ટ્રેનોની સુવિધા મુસાફરોને
આપવામાં આવશે. મુંબઈથી અમદાવાદ સુધીના રૂટ
પર સુરત, વડોદરા અને વાપીમાં ટ્રેનના મહત્વના સ્ટોપેજ
આપવામાં આવ્યા છે. ક્રિકેટના હાઈ ફિવર વચ્ચે ટ્રેનના મુસાફરો માટે ઓનલાઈન બાકિંગ શરૂ
કરવામાં આવ્યું છે. સ્પેશિયલ ટ્રેન માટે રેલવે વિભાગ સ્પેશિયલ ભાડા પર સંચાલન કરશે.ઈંછઈઝઈની
વેબસાઇટ પરથી ટિકિટ ઓનલાઇન બુક કરાવી શકાશે.