ભુજ, તા. 6 : તાલુકાના લેર ગામ પાસે કાર
હડફેટે આવી ગયેલા બાઈકચાલક શંકરભાઈ ખેતાભાઈ મહેશ્વરી (ઉ.વ. 54)નું ગંભીર ઈજાના પગલે મોત થયું
હતું, જ્યારે મુંદરામાં ટ્રેઈલરમાં ભટકાયેલા મિલર
વાહનમાં સવાર ઉદેશ્વર યાદવ નામના શખ્સનું માથામાં ગંભીર ઈજાના પગલે મૃત્યુ થયું હતું.
પોલીસે આપેલી વિગતો મુજબ, લેર નજીક કુકમા-કોટડા રોડ પર જીજે 12 સીજી 9923વાળી અલ્ટો કારના ચાલકે પોતાના
કબજાનું વાહન બેદરકારીપૂર્વક ચલાવી જીજે 12 ડીઆર 0312વાળી બાઈક
લઈને જઈ રહેલા હતભાગી શંકરભાઈને હડફેટે લીધા હતા,
જેમાં તેમને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતાં તેમનું મોત થયું
હતું. આ મામલે પદ્ધર પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. બીજી
બાજુ એચઆર 38 એડી 4577વાળા મિલર વાહનના ડ્રાઈવર પવનકુમાર
રમેશરામે મુંદરા પોર્ટ સિટી-3 એરિયામાં
ઊભેલા જીજે 12 બીવાય 8092વાળા ટ્રેઈલરમાં ભટકાડયું હતું, જેમાં મિલરમાં બેઠેલા હેલ્પર ઉદેશ્વર યાદવને
માથા અને મોઢાના ભાગે ગંભરી ઈજા પહોંચી હતી, જેમાં તેનું મોત
થયું હતું. ઘટના બાદ પવનકુમાર નાસી છુટયો હતો. આ મામલે મુંદરા પોલીસે મિલર વાહનના ચાલક
સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.