ભુજ, તા. 6 : હાલમાં અત્યારે શહેર-ગ્રામ્ય
માર્ગ તેની કાયા કલ્પ કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ બની છે અને ચોમેર રસ્તાના કામોનો ધમધોકાર
નજરે પડે છે.ત્યારે ધારાસભ્યની રજૂઆતને પગલે કરોડોના ખર્ચે મંજુર થયેલા જિલ્લા પંચાયત
હસ્તકના ભુજ તા.ના માનકુવા સામત્રા વિસ્તારના મહત્વના માર્ગોનું આજે ખાતમુર્હત કરાયું
હતું. મંત્રી ગ્રામ સડક યોજના ( નોન પ્લાન
2024-2025) હેઠળ સામત્રા બસ સ્ટેશનથી ફોટડી
રોડના બે કિ.મી.માટે 128.88 લાખના
ખર્ચે 850 મીટર માનકુવા હાઈવેથી જૂનાવાસ ડેરા રોડ માટે 54.650 લાખના ખર્ચે અને 49.78 લાખના ખર્ચે માનકુવા નવા વાસ ભોજાણી વિસ્તારથી નરાવારો રોડ મંજુર
થયો છે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ હેઠળ બનનારા આ ત્રણે માર્ગોનું ખાત મુર્હત
કરતાં ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે,
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની રાહબરી હેઠળ રાજ્ય સરકારે કચ્છ અને
ભુજ તાલુકામાં કરોડોના ખર્ચે વિકાસ કામોનો યજ્ઞ આદર્યો છે. ભુજ તાલુકાના વધુ આ નવા
માર્ગો મંજુર કરીને સરકારે દર્શાવેલા વિશેષ ભાવ બદલ ધારાસભ્યે આભાર વ્યક્ત કર્યો હતો.
શ્રી પટેલે વધુમાં ઉમેર્યું હતું કે આ માર્ગોનું નવિનીકરણ થઈ જતા લોકોની લાંબા સમયની
માંગ સંતોષાઈ જશે . આ પ્રસંગે ભુજ તા.પં. પ્રમુખ વિનોદભાઈ વરસાણી, સરપંચ રમેશભાઈ ભુડીયા,જીલ્લા ભાજપ મહામંત્રી ભીમજીભાઈ
જોધાણી, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ મનીષાબેન વેલાણી, આસપાસના ગામના આગેવાનો હોદેદારો સી.કે.એસ. એજન્સીના ઠેકેદાર ઉપસ્થિત રહ્યા
હતા. સંચાલન જગદીશ ભાનુશાલી આભારવિધિ રતીલાલ વેલાણી એ કરેલ હતી.