• રવિવાર, 22 નવેમ્બર, 2026

આડેસરમાં હોટલ, દુકાનો અને પ્રાગપરમાં કોમર્શિયલ બાંધકામ તોડી પડાયાં

ગાંધીધામ, તા. 21 :  વાગડમાં પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા બે સ્થળે કાર્યવાહી  કરી  25 લાખની કિંમતની સરકારી જમીનને દબાણમુકત કરાવાઈ હતી. આ અંગે મળતી  વિગતો મુજબ રાપરમાં શહેર પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સંયુકત કાર્યવાહી ગત રાત્રિના અરસામાં કરાઈ હતી. આરોપી મહમદ અયુબભાઈ હસનભાઈ મન્સુરીએ રાપરથી પ્રાગપર જતા રોડ ઉપર સરકારી ટાવર્સની પડતર જમીનમાં ગેરકાયદે બાંધકામ કર્યું હતું. આરોપીએ  2691 ચોરસ ફૂટ વિસ્તારમાં  ગેરકાયદેસર કોમર્શિયલ દબાણ કર્યું  હતું, જેને પોલીસ દ્વારા આજે તોડી પાડવામાં આવ્યું હતું. આ જમીનની કિંમત 15 લાખ આંકવામાં આવી છે. એ જ રીતે રાપર તલુકાના આડેસર ખાતે સરકારી જમીન ઉપર બનાવાયેલી છ દુકાન અને સરકારી જમીન ઉપર કોમર્શિયલ હેતુ માટે બનાવાયેલી  હોટેલનાં દબાણ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમ્યાન કુલ 10 લાખની કિંમતની સરકારી જમીન દબાણમુક્ત  કરાઈ હતી. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાની સૂચનાથી ભચાઉ મદદનીશ કલેક્ટર અભિષેક ટાલે, રાપર માલતદાર એચ.બી. વાઘેલા અને  ટીમ દ્વારા પોલીસને સાથે રાખીને  કાર્યવાહી કરાઈ હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd