• રવિવાર, 22 નવેમ્બર, 2026

ખીરસરા (કો.)ની જમીનના બોગસ દસ્તાવેજ મુદ્દે આઠ આરોપી સામે પોલીસ ફરિયાદ

ભુજ, તા. 21 : અબડાસા તાલુકાના ખીરસરા (કો.)ની જમીનને લઈને છેતરાપિંડી અને બોગસ દસ્તાવેજ બનાવવા મામલે આઠ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.   વર્ષ 2007માં વેચાણ દસ્તાવેજથી ખરીદેલી અને કબજા ભોગવટામાં રહેલી જમીનના ખોટા દસ્તાવેજો બનાવી છેતરાપિંડી કરવાના કાવતરા બદલ કોઠારા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. કોઠારા પોલીસ મથકે ભુજના જી.આઈ.ડી.સી. (સ્કાયલાર્ક ઈન્ડસ્ટ્રીઝ) ખાતે રહેતા અને ખેતી તથા એગ્રો વેસ્ટ બ્રેકેટનો વેપાર કરતા ફરિયાદી પ્રતાપાસિંહ ધજાસિંહ કાદયાને આરોપી ભાલાસિંહ પતરામ બિશ્નોઈ (હરિયાણા), મૂળજી શિવજી ભૂવા, લાલજી શિવજી ભૂવા (રહે. બંને સુખપર, તા. ભુજ), મજીદ હાજીમુબારક સુમરા (ખીરસરા), હસન નોડે (નાગોર તા. અબડાસા), શિવકુમાર બિશ્નોઈ, પૂજા નીતિન કેશવાણી અને પૂજા સંજય શાહ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ખીરસરા (કોઠારા) ગામની જમીન સર્વે નં. 20, 21, 23 અને 24વાળી જમીન પાવરનામાના આધારે ફરિયાદી તથા સાહેદોને કુલ રૂા. 22,51,500માં વેચી હતી. આ વેચાણ અંગે નખત્રાણા સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે દસ્તાવેજથી નોંધણી થઈ હતી અને ત્યારથી આ જમીનનો કબજો ફરિયાદી તથા સાહેદો પાસે છે. આ હકીકતની જાણ હોવા છતાં ફરિયાદી અને સાહેદોની જાણ બહાર તમામ આરોપીઓએ ગુનાહિત કાવતરું રચીને છેતરાપિંડી કરવાના હેતુથી ખોટો દસ્તાવેજ બનાવ્યો હતો. આ દસ્તાવેજ ખોટો હોવાનું જાણતા હોવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરાયો છે. પોલીસે વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd