ભુજ, તા. 21 : ચાર દિવસ પૂર્વે પાનધ્રો પાસે
લકઝરી બસે બાઈકને હડફેટે લેતાં બાઈકચાલક ફુલરા મૂળ વલસરના 18 વર્ષીય યુવક શિવજી દિનેશ કોલીનું
ગંભીર ઈજાનાં પગલે કરુણ મોત નીપજ્યું હતું. આ અંગે ગઈકાલે નારાયણસરોવર પોલીસ મથકે ફુલરા
મૂળ વલસરના મૃતકના ભાઈ ચેતને નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 17/11ના સવારે તેનો નાનો ભાઈ શિવજી
તેના મામાની બાઈક નં. જી. જે.- 12-એચ-ઈ-9932વાળી લઈને ઘરેથી ગેરેજ ઉપર
કામે જતો હતો ત્યારે પાનધ્રો નદીના વળાંક ઉપર રોંગ સાઈડમાંથી પૂર ઝડપે બેદરકારીથી આવતી
લકઝરી બસ નં. જીજે-03-બીટી- 3998એ તેના ભાઈની બાઈકને હડફેટે
લીધી હતી. ફરિયાદી ઘટનાસ્થળે પહોંચતાં ગંભીર રીતે ઘાયલ શિવજીએ તેને અકસ્માતની વિગતો
જણાવી હતી. ઘાયલને સારવાર અર્થે દયાપર હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત
કર્યા હતા. પોલીસે બસચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે.