ભુજ, તા.5 : નખત્રાણા તાલુકાના નાની ખોંભડીના
બુટલેગર એવા નવુભા ખેતુભા જાડેજા વિરુદ્ધ પાસાનું શત્ર ઉગામી તેને પાસા તળે અમદાવાદની
મધ્યસ્થ જેલમાં ધકેલી દેવાયો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને જિલ્લા કલેકટરની સૂચના અને
માર્ગદર્શનના પગલે એલસીબીના પીઆઈ એ.એમ. મકવાણાએ દારૂના ધંધાર્થી નવુભા જાડેજા વિરુદ્ધ
પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી આપતાં તે ગ્રાહ્ય રહેતા એલસીબી
સ્ટાફે આરોપી નવુભાને શોધી તેની અટકાયત કરી મધ્યસ્થ જેલ, અમદાવાદ ખાતે રવાના કરી દેવાયાની વિગતો એલસીબીએ
જાહેર કરી છે. નવુભા વિરુદ્ધ શરાબ સંબંધિત છ ગુના વિવિધ પોલીસ મથકમાં નોંધાયેલા છે.