• શનિવાર, 01 ઑગસ્ટ, 2026

ભીમાસરમાં અંગ્રેજી દારૂ સાથે શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 31 : રાપર તાલુકાના ભીમાસર ગામમાં એક વાડામાં પોલીસે છાપો મારી રૂા. 9876ના દારૂ સાથે શખ્સને ઝડપી પાડયો હતો. પણ દારૂ તેની પાસે ક્યાંથી આવ્યો તે બહાર આવ્યું નથી. ભીમાસરમાં રહેનાર હરદેવસિંહ દિલુભા વાઘેલા નામનો શખ્સ પોતાની કબજા, ભોગવટાની વાડીમાં દારૂ રાખી તેનું વેચાણ કરતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડયો હતો. અહીંથી આ શખ્સની ધરપકડ કરી તેના કબજામાંથી 750 સી.સી.ની બે બોટલજુદી જુદી બ્રાન્ડના 53 ક્વાર્ટરિયા તથા બિયરના 16 ટીન એમ કુલ રૂા. 9876નો શરાબ જપ્ત કરાયો હતો, પરંતુ ફોર સેલ ઇન રાજસ્થાન અને ગોવા ઓન્લી લખેલો આ દારૂ તેની પાસે ક્યાંથી આવ્યો ? કોણ આપી ગયો? તે કાંઇ જ બહાર આવ્યું નથી. 

Panchang

dd