• ગુરુવાર, 04 જૂન, 2026

ભુજ : અકસ્માત બાબતે ટોળાનો હુમલો

ભુજ, તા. 3 : શહેરના રઘુવંશીનગરમાં અકસ્માત જેવી નજીવી બાબતે ટોળાના હુમલાનો  બનાવ સામે આવ્યો છે. મહાકાલેશ્વર મંદિરની બાજુમાં રહેતા અશોક રવિલાલ માકાણીએ બી ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ  તેમના દિકરા યુગનો આરોપી કાના રબારી સાથે અકસ્માત બાબતે ઝઘડો થયો હતો. આ બનાવ મુદે આરોપીઓ જશો રબારી, કાનો રબારી, લક્ષ્મણ રબારી, ભલો રબારી, જીગો રબારી, મલીયો રબારી, સંજય રબારી, કમલેશ રબારી, અજય રબારી, શંકર રબારી તથા અન્ય ઈસમોએ ભેગા મળી ફરીયાદી અને સાહેદો સાથે ઝઘડો કરી મારકુટ કરી માર મારી ઈજાઓ પહોંચાડી હતી. પોલીસે મહા વ્યથા અને હથિયાર બંધી જાહેરનામાં ભંગ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

Panchang

dd