• શુક્રવાર, 22 મે, 2026

ભચાઉમાં 81 હજારનો વાયર પોલીસે જપ્ત કર્યો

ગાંધીધામ, તા. 21 : ભચાઉમાં પોલીસે બે શખ્સ પાસેથી ચોરી કે છળકપટથી મેળવાયેલ રૂા. 81,900નો વાયર જપ્ત કર્યો હતો. ભચાઉમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમ્યાન બોલેરો ગાડી નંબર જી.જે. 12 સી.ટી. 0231ને રોકાવાઇ હતી. આ ગાડીમાં ભરેલા મુદ્દામાલ અંગે આધાર-પુરાવા મગાતાં તે આપી ન શકતાં ભચાઉના જગમાલ બાબુ કોળી તથા કરમરિયાના ભરત ચકુ આહીરને ઝડપી લેવાયા હતા. આ બંને પાસેથી રૂા. 81,900નો 455 કિલો વાયર જપ્ત કરાયો હતો. આ વાયરચોરી કે છળકપટથી મેળવાયો હોવાનું જાણીને આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd