• શુક્રવાર, 22 મે, 2026

ટોચ પર રહેવા આજે આરસીબી અને એસઆરએચની ટક્કર

હૈદરાબાદ, તા.21 : બેટિંગ પાવર હાઉસ ગણાતી બે ટીમ આરસીબી અને સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) વચ્ચે શુક્રવારે એક બ્લોકબસ્ટર મુકાબલો જોવા મળશે. બન્ને ટીમ પ્લેઓફ રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે. આમ છતાં ટોચની બે ટીમમાં જગ્યા બનાવવા માટે આ મેચ ઘણી મહત્ત્વની છે. આરસીબીના ખાતામાં 18 અંક છે અને પોઇન્ટ ટેબલ પર ટોચ પર છે. સનરાઇઝર્સ પાસે 16 પોઇન્ટ છે અને ત્રણ નંબર પર છે. જો સનરાઇઝર્સની જીત થશે તો તે 18 પોઇન્ટ પર આવી જશે. આ સ્થિતિમાં નેટ રન મહત્ત્વનો બની રહેશે. આરસીબીની નેટ રન રેટ 1.06પ અને સનરાઇઝર્સની 0.30 છે. આ મેચમાં બન્ને ટીમના પાવર હિટર્સ અને વિન્ટેજ વિરાટ કોહલી પર નજર રહેશે. કોહલીના શાનદાર દેખાવથી વર્તમાન વિજેતા ટીમ આરસીબી ફરી પ્લેઓફમાં સ્થાન જમાવી ચૂકી છે. તેણે 13 ઇનિંગ્સમાં પ4.20ની સરેરાશથી અને 164.74ની સ્ટ્રાઇક રેટથી પ42 રન કર્યા છે. જેમાં એક સદી સામેલ છે. કોહલી સિવાય આરસીબીનું બેટિંગ યૂનિટ શાનદાર ફોર્મમાં છે. આ ઉપરાંત ભુવનેશ્વર અને હેઝલવૂડની જોડી મેચ વિનિર તરીકે ઉભરી આવી છે. બીજી તરફ સનરાઇઝર્સ તરફથી અભિષેક, ઇશાન અને કલાસેન જોરદાર દેખાવ કરી રહ્યા છે. ટીમની એકમાત્ર ચિંતા ટ્રેવિસ હેડનું નબળુ ફોર્મ છે. તે આખરી લીગ મેચમાં આક્રમક ઇનિંગ્સના મૂડમાં હશે.  

Panchang

dd