• શુક્રવાર, 22 મે, 2026

મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની ક્રિકેટ સ્પર્ધા યોજાઈ

ભુજ, તા.21 : તાજેતરમાં મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ યુવા પાંખ દ્વારા આયોજિત બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ 2026માં નાના બાળકોની 20, બહેનોની ચાર ટીમ, ભાઈઓની સાત ટીમે ભાગ લીધો હતો. ભુજ તાલુકા બ્રહ્મસમાજ પ્રમુખ અને જ્ઞાતિ અગ્રણી રવીન્દ્ર ત્રવાડીએ આયોજનની સરાહના કરી હતી. ટૂર્નામેન્ટ આપણી જ્ઞાતિ આપણું કુટુંબની ભાવનાથી યોજવામાં આવી હતી. ટૂર્નામેન્ટમાં આર્થિક સહયોગી દાતા જિજ્ઞાબેન સંજયભાઈ ત્રિપાઠી, રમેશભાઈ વિશ્વનાથભાઈ દવે, જિતેન્દ્રભાઈ દવે, પ્રદિપભાઇ દવે અને  અન્ય દાતા રહ્યા હતા. ભાઈઓમાં વિજેતા વિવાન ટીમ, ઉપવિજેતા કવચ વોરિયર્સ ટીમ, બહેનોમાં વિજેતા વન્ડર વુમન ટીમ અને ઉપવિજેતા સિદ્ધિ વિનાયક ટીમ રહી હતી. જ્ઞાતિ પ્રમુખ આશિષ ત્રવાડી, વિશાલ ભટ્ટ, હરેશ ઉપાઘ્યાય, વિનય દવે, કીર્તિ ભટ્ટ, દિલીપ ત્રિપાઠી, ભૂપેન્દ્ર ત્રિપાઠી, વિજય ત્રિપાઠી, મહિલા મંડળના નલીનીબેન ભટ્ટ, ગીતાબેન ભટ્ટ, યુવા પાંખ પ્રમુખ કુલદીપ ગોર, સુદર્શ ભટ્ટ, વિપુલ ત્રવાડી, પરેશ ભટ્ટ, નિમિષ ભટ્ટ, જય ભટ્ટ, હેમલ ઉપાઘ્યાય, અંકિત ત્રિપાઠી, કૃતાર્થ ભટ્ટ, અમ્પાયર તરીકે ધ્રુવ ત્રિપાઠી, ભાર્ગવ ત્રિપાઠી, સ્કોરર યશ ત્રિપાઠી, હેત ત્રિપાઠી, સૂરજ ગોરે સહયોગ આપ્યો હતો. 

Panchang

dd