• શુક્રવાર, 22 મે, 2026

ભુજ નગરપાલિકામાં પાર્કિંગ નિયમો માત્ર અરજદારો-સ્ટાફ માટે જ ?

ભુજ, તા. 21 : શહેર સુધરાઇમાં છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ નિયમો જાહેર  કરાઇ રહ્યા છે, જે અંતર્ગત સંકુલમાં આવતા અરજદારોને કચેરી અંદર પ્રવેશ માટેના દ્વારથી થોડે દૂર વાહનો રાખવા જણાવાયું છે તો સ્ટાફને પણ આ જ નિયમ લાગુ કરાયો છે, પરંતુ મુખ્ય અધિકારી જાણે આ નિયમથી પર હોય તેમ તેમની કાર બરોબર પ્રવેશદ્વારનાં પગથિયાં પાસે જ છાંયડામાં ઊભી રખાતાં અરજદારોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. એકતરફ આભ આગ વરસાવી રહ્યું છે ત્યારે નૂતન નગરપાલિકા ભવનમાં અરજદારો-સ્ટાફના વાહનો તડકામાં ઊભાં રાખવાં પડતાં હોવાથી નારાજગી ફેલાઇ હતી. સામાન્ય નાગરિકોનાં વાહન માટે પણ છાંયડો કરાય તેવી લાગણી ફેલાઇ હતી. 

Panchang

dd