• શુક્રવાર, 22 મે, 2026

માંડવી સેવામૃત મહાપર્વે સંપ્રદાયનો નૂતન ઇતિહાસ આલેખાયો

વસંત પટેલ દ્વારા : કેરા (તા. ભુજ), તા. 21 : ન માત્ર કચ્છ પરંતુ સમગ્ર ગુજરાતની અગ્રિમ ધાર્મિક સંસ્થા તરીકે ભુજ સ્વામિનારાયણ મંદિરની પ્રસાદી શાખા માંડવી મંદિરે સંપ્રદાયનો ઐતિહાસિક મહાપર્વ `વૃંદાવન સેવા અમૃત મહોત્સવ' નૂતન ઇતિહાસ તરીકે આલેખિત થયો છે. 2700 પોથી, 5000થી વધુ ઘરોમાં ઠાકોરજીની પધરામણી, 1400થી વધુ બ્રાહ્મણોની ચોર્યાસી, 10 હજાર માતૃ-પિતૃ પૂજન સહિતના આયોજને યુવા સંતોએ નૂતન ઇતિહાસ આલેખી દીધા. આ પ્રસંગે ધારાસભ્ય અનુદ્ધભાઇ દવે ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વભરમાં 200થી વધુ ધાર્મિક-શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી છે તેવા મહંત પુરાણી ધર્મનંદન-દાસજી સ્વામી, ઉપમહંત પુરાણી ભગવદ્જીવન સ્વામી, કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામી, માંડવી મહંત સ.ગુ. કેશવજીવન સ્વામી, શતાયું સનાતનદાસજી સ્વામી, માધવપ્રસાદ સ્વામી, સૂર્યપ્રકાશ-દાસજી સ્વામી, જગતપાવન સ્વામી, બાલકૃષ્ણ સ્વામી, દેવકૃષ્ણ સ્વામી, શ્રીહરિ સ્વામી, લક્ષ્મીપ્રસાદ સ્વામી, પુરુષોત્તમ સ્વરૂપ સ્વામી, ગોલોકવિહારી સ્વામી, શાત્રી અક્ષરપ્રકાશ સ્વામી આદિ અનેક ત્યાગી વરિષ્ઠ સંતોની નિશ્રામાં તપસ્વી નરીરત્ન મહંત સામબાઇ ફઇ, માંડવી સાં.યોગી મહંત રતનબાઇ ફઇ સર્વે ત્યાગી બહેનોના આશીર્વાદથી કોઠારી રામજીભાઇ દેવજી વેકરિયા, ઉપકોઠારી જાદવજીભાઇ ગોરસિયા સર્વે સૂરી ટ્રસ્ટી મંડળની જહેમતથી યુવા સંતો પૈકી કોઠારી સુખદેવ સ્વામી, વિશેષ વક્તાઓ પૈકી પાર્ષદવર્ય ખીમજી ભગત, પરબ્રહ્મ સ્વામી, ગુણસ્વરૂપ સ્વામી આદિ સંતોએ બંદરિયા શહેરમાં સત્સંગની ભરતી લાવી દીધી હતી. સભામંડપમાં સ્પીચટેબલ વિહિન મંચ ઉપર દેશી કાષ્ટ બેઠક પર સંતોની હાજરી તો સામે અલાયદી આસન પટ્ટી પર ત્યાગી બહેનોએ માહોલને ભગવા રંગે હૃદયને રંગી દીધા હતા. વૈશ્વિક મહાપૂજા, કેશર જળભિષેક, ઘનશ્યામ બાળચરિત્ર, કામધેનુ ઘી અભિષેક, નીલકંઠ ચરિત્ર જેવા આયોજનો વચ્ચે ગુરુવારે સવારના સત્રમાં 10 હજારથી વધુ માતૃ-પિતૃ પૂજન દ્વારા વક્તા શાત્રી શૌનકમુનિ  સ્વામીએ હૃદયનો ભાગ સ્નેહાશ્રુ બની વહાવી દીધો હતો. મૂળ બળદિયાના કાંતીભાઈ નારાણ કેરાઈ, મોમ્બાસાના ઘનશ્યામભાઈ માવજી ટપરિયા, દેવેન્દ્ર વાઘજીયાણી સમગ્ર પરિવાર સહિત અનેક મુખ્ય યજમાનોની હાજરી વાળા પંડાલમાં સત્સંગી જીવન કથામૃતે 17 દેશોના હરિભક્તોને રસતરબોળ કર્યા આ યુવા સંતોની દૃષ્ટિ અને મહેનત માહોલ એટલો જામ્યો હતો કે, માંડવી ચારકાંધાનું શ્રમદાન, વૈદિક પરંપરાથી નૂતન ભૂમિ પર શાત્રોક્ત આહૂતોઓએ માંડવી નૈમિશારણ્યમાં ફેરવાઈ ગયું હતું. નરનારાયણ યુવક-યુવતી મંડળને માર્ગદર્શનથી માંડવી મંદિરની સંચાલક કમિટિએ હૈયેહૈયું ભીંજવી દીધું હતું. તા.20/5ના ગીતા રબારી કૃત રાસોત્સવ, ગીરીશ વરવા ઈન્ડીયન આઈડોલ ફેઈમએ મહોત્સવને સૂર સંગીતે મઢ્યો હતો. ગુરૂવારે માંડવી લેવા પટેલ સમાજના માવજીભાઈ દેવજીભાઈ છાભડિયા, ભુજ સમાજના પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા, ટ્રસ્ટ અધ્યક્ષ અને સેવાભાવી કચ્છી દાનવીર ગોપાલભાઈ ગોરસિયા, અરજણભાઈ પિંડોરિયા, પૂર્વ ટ્રસ્ટી એવા વેલજીયભાઈ પિંડોરિયા (નારાણપર), કચ્છના જાણીતા કેળવણીકાર કેશરાભાઈ પિંડોરિયા, પ્રવિણભાઈ પિંડોરિયા સહિતના સામાજીક અગ્રણીઓ, ઉદ્યોગપતિ શિવજજીભાઈ છાભડિયા, વિશ્રામભાઈ રામજી કેરાઈ, લાલજજીભાઈ રાબડિયા, વીરજીઊભાઈ છાભડિયા, જગદીશ હાલા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 32/5ના આચાર્ય મહારાજની પધરામણી સાથે પર્વ પરાકાષ્ટા ધારણ કરશે. - માંડવીમાં સત્સંગની ભરતી : સામાન્ય રીતે શાત્ર સહ શ્રીહરિના ગુણલા ગાવા સાથે વૃંદાવન સેવા અમૃત મહોત્સવ 2700 જેટલી ઐતિહાસિક પોથી સંખ્યા 5000થી વધુ ઘરોમાં ઠાકોરજી પધરામણી, ખેતર-વાડીમાં કામ કરતા 7000 પરપ્રાતિયોને ઠાકોરજીની છબી અર્પણ,1400થી વધુ બ્રાહ્મણોનું પૂજન-ભોજન અને 10 હજારથી વધુ માતા-પિતાના પૂજન દ્વારા સામાજીક પરિવાર પરંપરાને મજબૂતી અપાઈ હતી. કાળઝાળ ગરમીમાં શીતળતા આપતો પંડાલ એક બાજુ કર્મયોગી બહેનો, ત્યાગી બહેનો, આગળના ભાગે સગવડયુક્ત સોફા પર યજમાનો-આમંત્રિતો, છાતી ઉપર ઉત્સવમુદ્રાથી સંગીત  મઢયા માહોલમાં શાત્રોની ઋચાઓ, અનેક વ્યંજનોથી ફોરમતું પ્રસાદાલય ઉત્સવને શ્રી હરીના સમયની ઝાંખી કરાવતો હતો. આ પ્રસંગે કચ્છમિત્રના વસંત પટેલ, યુવા અગ્રણી ડો. દિનેશ પાંચાણી સહિતના અનેકની હાજરી હતી. કચ્છ સત્સંગના વૈશ્વિક મંદિરોના પ્રતિનિધિઓ, માંડવી-મુંદરા ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવે સહિત અનેક અગ્રણીઓ જોડાયા હતા. 

Panchang

dd