• શુક્રવાર, 22 મે, 2026

નીટની પુન: પરીક્ષાનું પેપર પણ લીક ?

અમદાવાદ, તા. 21 (અમારા પ્રતિનિધિ તરફથી) : દેશભરમાં ચર્ચિત NEET પરીક્ષા ફરી એકવાર ગંભીર વિવાદમાં સપડાઈ છે. આગામી 23 મેના રોજ લેવાનાર પુન: પરીક્ષા પહેલા જ પેપર લીક કરવાનું મોટું ષડયંત્ર અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો છે કે, ટેલિગ્રામના માધ્યમથી નીટનું પેપર ઓનલાઈન વેચાઈ રહ્યું છે. NEET પુન: પરીક્ષા પહેલાં જ પરીક્ષાનું પેપર ઓનલાઇન વેચાઇ રહ્યું હોવાનો દાવો કરતા જાડેજાએ કહ્યું હતું કે, ટેલિગ્રામના માધ્યમથી ગઊઊઝનું પેપર ઓનલાઈન વેચાઈ રહ્યું છે. `રાઘવ સર' નામનો શખ્સ આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હોવાનું અને તે ટેલિગ્રામ દ્વારા વિદ્યાર્થીઓને પેપરના બદલામાં મોટી રકમની માંગણી કરી રહ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ ટોળકી દ્વારા પેપર લીક કરવા માટે અત્યંત ચોક્કસ `કોડવર્ડ'નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં પેપરને `મટીરીયલ' કે `િગફ્ટ', પૈસાને `સ્પોર્ટ ', `ફ્યુઝલ' અને પેપર મેળવવાની પ્રક્રિયાને 'એન્ટ્રી' જેવા શબ્દોથી સંબોધવામાં આવે છે. અમદાવાદના એક વિદ્યાર્થી પાસે આ ટોળકીએ 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જેમાંથી 60 હજાર રૂપિયા એડવાન્સ પેટે વસૂલી પણ લેવાયા હોવાનો ગંભીર આરોપ છે. યુવરાજસિંહ જાડેજાએ આ બાબતે અમદાવાદ સાયબર ક્રાઈમમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરી છે. તેમના મતે, આ ટોળકી અત્યાર સુધીમાં આશરે 5 કરોડ 74 લાખ રૂપિયા ઉઘરાવી ચૂકી છે અને તેઓ 180 પ્રશ્નોમાંથી 170 પ્રશ્નોના જવાબો આપવાની ખાતરી આપી રહ્યા છે.  યુવરાજસિંહ જાડેજાએ જાહેરાત કરી હતી કે આ સમગ્ર કૌભાંડના ક્રીનશોટ, વીડિયો, ઓડિયો રેકોર્ડિંગ અને નાણાકીય વ્યવહારો સહિતના સચોટ ડિજિટલ પુરાવાઓ ટૂંક સમયમાં મીડિયા અને પ્રશાસન સમક્ષ રજૂ કરવામાં આવશે. તેમણે સરકાર અને તપાસ એજન્સીઓ પાસે સમગ્ર ટેલિગ્રામ નેટવર્ક અને સંબંધિત ચેનલોની સાયબર ફોરેન્સિક તપાસ કરવાની, તમામ ચેનલ સંચાલકોના પેમેન્ટ ગેટવે, યુપીઆઈ આઈડી, ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન અને બેંક ટ્રેલ શોધી ખાતાઓ સીઝ કરવાની માંગ કરી હતી. 

Panchang

dd