ભુજ, તા. 21 : જૈન સમાજરત્ન તારાચંદભાઈ
જગશી છેડાની પ્રેરણાથી સંસ્થાના પ્રમુખ જિગર તારાચંદભાઇ છેડાનાં માર્ગદર્શન હેઠળ ક.વી.ઓ.
સખીવૃંદ દ્વારા સંચાલિત ક.વી.ઓ. ચેસ એકેડમી ખાતે ફ્રી ડેમો ચેસ કલાસીસમાં 30થી વધુ બાળક અને વાલીઓ જોડાયા હતા. આ વિશે માહિતી આપતાં સખીવૃંદના પ્રમુખ પ્રીતિબેન
છેડાએ જણાવ્યું હતું કે, આજના મોબાઈલ યુગમાં લોકોને માઈન્ડ ડેવલપમેન્ટ માટે ચેસ એકેડમીનો
પ્રારંભ કરાયો છે. ચેસ એકેડમીના વર્ગો મંગળવારે, બુધવારે, શનિવારે સાંજે 6.30થી 7.30 અને 7.30થી 8.30 રહેશે, જેમાં 5ાંચ વર્ષથી વધુ ઉંમરના કોઈ પણ લોકો જોડાઈ
શકશે. આગામી 23 મે 2026થી શરૂ થતા નિયમિત નવા વર્ગોમાં
જોડાવા ક.વી.ઓ. સંકુલ ખાતે રૂબરૂ સંપર્ક કરવા જણાવાયું છે. ચેસની રમત બુદ્ધિનો વિકાસ,
એકાગ્રતા અને સતર્કતા કેળવવામાં ઉપયોગી હોવાનું એકેડમીના કોચ સંજયભાઈ દાવડાએ જણાવ્યું
હતું. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટય કરીને
કરાયો હતો. સખીવૃંદનાં ભક્તિ વોરા, નિરાલી હરિયા, કેતના નાગડા, રીમા ગોગરી, ચૈતાલી
પાસડ, હિરલ પાસડ, ઈશા દેઢિયા, કાજલ ગાલાનો સહયોગ રહ્યો હતો. હરેશભાઈ ગોગરી, હિરેનભાઇ
પાસડ, અમિતભાઈ વોરા, મનીષભાઈ નાગડા, ધીરેનભાઈ પાસડ, ઈશાન મોતા વિગેરે ઉપસ્થિત રહ્યા
હતા. જનરલ મેનેજર અંકિત ગાલાએ જહેમત ઉઠાવી હતી.