ભુજ, તા. 21 : તાલુકાના માધાપરમાં ઘરનાં
મંદિરમાંથી ચાંદીની મૂર્તિ તથા સામાનની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ છે. મૂળ રાપર તાલુકાના કીડિયાનગરના હાલે માધાપર
જૂનાવાસના સનરાઈઝ સોસાયટી શંકર ટ્રેક્ટરની પાછળ રહેતા રામજીભાઈ ખનાભાઈ પરમારે માધાપર
પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 27/4ના રાત્રે બેથી ચાર વાગ્યા દરમ્યાન કોઈ અજાણ્યા ચોર ઈસમે ઘરમાં
દીવાલ પર લટકાવેલાં મંદિરનાં તાળાં તોડી તેમાંથી ચાંદીની મૂર્તિ, દીવો, સિક્કો અને
રોકડા રૂપિયા પાંચ હજાર એમ કુલ 14 હજારના
મુદ્દામાલની ચોરી કરી લઈ ગયો હતો. પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.