ભુજ, તા. 21 : તાલુકાના માધાપરના હેરિટેજ
વિલા રોડ પાસે બાવળોની ઝાડીમાંથી 20 હજારના શરાબ સાથે શખ્સ ઝડપાયો હતો.આજે એલસીબીને પેટ્રોલિંગ દરમ્યાન
બાતમી મળી હતી કે, માધાપરનો સમીરદાન મોહનદાન ગઢવી, હાલ હેરિટેજ વિલા રોડ પાસે જેના
નાકાના ઉગમણા ભાગે બાવળોની ઝાડીઓ વચ્ચે પોતાના કબજામાં વિદેશી પ્રકારનો દારૂનો જથ્થો
રાખ્યો છે અને સગેવગે કરવાની ફિરાકમાં છે. બાતમીના આધારે સમીરદાનને શરાબની અલગ બ્રાન્ડની
136 બોટલ કિં. રૂા. 19,776 અને મોબાઈલ કિં. રૂા. પ00 એમ કુલ રૂા. 20,276ના મુદ્દામાલ સાથે ઝડપી માધાપર
પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે.