• શુક્રવાર, 01 મે, 2026

અંજારમાં એસિડ પી લઇ આધેડે જીવન ટુંકાવી લીધું

ગાંધીધામ, તા. 30 : અંજારના મતિયાનગર વિસ્તારમાં રહેનાર નારાણ પુનાભાઇ મહેશ્વરી (ઉ.વ. 52) નામના આધેડે એસિડ પી લઇ છેલ્લાશ્વાસ લીધા હતા. અંજારના મતિયાનગરમાં ગત તા. 28/4ના 11 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. પોલીસ મથકે કરાયેલ નોંધમાં જણાવ્યા મુજબ નારાણભાઇ નામના આધેડ રતનબેનના ત્રાસથી એસિડ પી ગયા હતા. તેમને પ્રથમ અંજાર અને બાદમાં વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યાં સારવાર દરમ્યાન ગઇકાલે બપોરે તેમણે છેલ્લાશ્વાસ લીધા હતા. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. 

Panchang

dd