• શુક્રવાર, 01 મે, 2026

કંડલા ખાતે જાણીતી સંસ્થા દ્વારા કાર્બન ઉત્સર્જન ઘટાડવા સંશોધન હાથ ધરાશે

ગાંધીધામ, તા. 30 : સમુદ્રી વ્યાપારમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દીનદયાલ પોર્ટને ગ્રીન હાઈડ્રોજન હબ તરીકે વિકસાવવામાં આવ્યું છે. હરિત ઊર્જા ક્ષેત્રે પોર્ટ દ્વારા વિવિધ પગલાં ઝડપભેર લેવાયાં અને તેના ભાગરૂપે આજે  હરિત ઊર્જા ક્ષેત્રે વધુ એક નોંધપાત્ર કામગીરી  કરવામાં આવી છે. સમુદ્રી ક્ષેત્રમાં કાર્બન ઉત્સર્જન અને વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે અત્યાધુનિક સંસાધન અને કાર્યક્ષમ વ્યૂહરચનાને  આગળ ધપાવાઈ છે. દીનદયાલ પોર્ટ અને ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓન કલીન ટ્રાન્સ્પોર્ટેશન ઈન્ડિયા વચ્ચે કરાર કરવામાં આવ્યા છે. આઈ.સી.સી.ટી. એક સ્વતંત્ર બિનલાભકારી સંસ્થા છે અને ભારત  સહિત વૈશ્વિક સ્તરે કામ કરે છે. જાહેર આરોગ્યને લાભ આપવા અને આબોહવા પરિવર્તનને ઘટાડવા માટે પરિવહન ક્ષેત્રની પર્યાવરણીય કામગીરી અને ઊર્જા  કાર્યક્ષમતાને સુધારો કરવાની દિશામાં સંસ્થા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.  આઈ.સી.સી.ટી. દ્વારા જહાજો, સ્વચ્છ ઈંધણ, બંદર લોજિસ્ટિક અને બંદર સંસાધનો અંગે સંશોધન કરશે. આ કાર્યવાહી ભારતના ઓવા કાર્બન મેરિટાઈમ ભવિયષ્ય તરફનું મજબૂત પગલું છે.  

Panchang

dd